ગુજરાતટોપ ન્યૂઝ

કમોસમી વરસાદ : સરકારે કરેલ સહાયની જાહેરાત સામે ખેડૂતોને નુકસાન વધુ, યોગ્ય સહાયની ખેડૂતોની માંગ

Text To Speech

વરસાદ વરસતાની સાથે જ કેટલાક લોકોને મોસમ આહલાદક લાગવા લાગે છે જ્યારે જગતનો તાત કમોસમી વરસાદના વાદળો જોઈને જ ગભરાઈ જાય છે. વર્ષના આરંભેથી જ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોની વાત સાચી માનીએ તો લગભગ ખેડૂતોને રવિ પાકમાં સરેરાશ 35 થી 40 ટકા જેટલું નુકસાન થયું છે. થોડા દિવસ અગાઉ મીડિયામાં ઘઉના ઊંચા ભાવ અંગે રિપોર્ટ સામે આવ્યા હતા. પણ ખેડૂતો એવું કહે છે કે કમોસમી વરસાદને પગલે ઘઉંના પાકને ભારે નુકસાન થયું હતું. જેમાં કેટલાક ખેડૂતોના ઘઉં કાળા થઈ ગયા હતા, હવે આ કાળા થઈ ગયેલા ઘઉંનો યોગ્ય ભાવ માર્કેટ યાર્ડમાં મળતો નથી. જેથી માર્કેટમાં પણ સારા ઘઉં (વરસાદમાં પલડ્યા ન હોય તેવા)ની માંગ વધી માટે જે ખેડૂતના ઘઉં વરસાદમાં પાલડ્યા ન હતા તેમણે ઊંચો ભાવ મળ્યો જ્યારે વરસાદમાં પલળેલા હતા તેવા ઘઉંનો ભાવ ન મળ્યો અને એવા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો : રાજ્યમાં આ સમાજના લોકોએ કરી અનોખી પહેલ, ફેશનેબલ દાઢી રાખવા પર 51 હજારનો દંડ
કમોસમી - Humdekhengenewsવર્ષ 2023 ની શરૂઆત થયા બાદ રાજ્યમાં કમોસમી વરસાદે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં તો ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદને લીધે ખડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. કમોસમી વરસાદને પગલે રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે પણ કેટલાક ખેડૂતોના મત પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત કરતાં થયેલ નુકસાન વધુ છે. ખેડૂતોનું માનવું છે કે રાજ્ય સરકાર પ્રથમ એ તમામ જિલ્લા જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યા સર્વે કરાવી બાદમાં સહાયતા ચૂકવે તો તેનાથી ખેડૂતને થયેલા નુક્સાનનું યોગ્ય વડતર મળે. ઉલ્લેખનીય છે કે કડકડતી ઠંડીમાં રાત દિવસ ખેડૂતે મહેનત કરી પોતાનો રવિ પાક તૈયાર કર્યો હતો પણ કમોસમી વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.

Back to top button