ઉત્તર ગુજરાતગુજરાત

રાજ્યમાં આ સમાજના લોકોએ કરી અનોખી પહેલ, ફેશનેબલ દાઢી રાખવા પર 51 હજારનો દંડ

બનાસકાંઠાના ધાનેરા ખાતે 54 ગામના આંજણા ચૌધરી સમાજ દ્વારા સમાજ સુધારણા બેઠકમાં અજીબ ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં સમાજમાં કોઈ યુવાન જો ફેશનેબલ દાઢી રાખશે તો તેને 51,000 રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવશે તેવો અનોખો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સિવાય બેઠકમાં કુલ 21 ઠરાવ કરવામાં આવ્યા છે.

આંજણા ચૌધરી સમાજ બેઠક -humdekhengenews

આંજણા ચૌધરી સમાજની  અનોખી પહેલ

બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની સમાજ સુધારણાને લઈને ગઈ કાલે એક બેઠક મળીહતી. જેમાં સમાજ સુધારણા માટે 21 ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી નહીં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન દાઢી રાખશે તો તેને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

આંજણા ચૌધરી સમાજ બેઠક -humdekhengenews

આંજણા ચૌધરી સમાજ દ્વારા કુલ મળીને 23 જેવા ઠરાવ કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે

1. સમાજનું પ્રથમ સમૂહ લગ્ન કરવાનું આયોજન કરવું.

2. દીકરી તથા દીકરાને પાટે સવારે બેસાડવાનું રાખવું તથા દીકરાનો જમણવાર પાટના દિવસે કરી દેવો. મામેરૂં પણ એજ વખતે ભરી શકાશે.

3. મરણ પ્રસંગમાં અફીણ બંધ કરવામાં આવે છે.જે ચાલુ કરશે તેને રૂ 1 લાખનો દંડ કરવામાં આવશે.

4. પાટ તથા ચોરીમાં ભાઈ/બહેને રૂપીયા 11 હજારથી વધારે ન આપવા પાટ તથા ચોરીમાં આવેલા રૂપીયા જાહેરમાં
ગણવા નહી.

 5. સારા પ્રસંગે પીઠમાં થાપા ન આપવા ફકત રંગનો છટકાવ કરવો.

6. લગ્નપ્રસંગમાં ફટાકડા લીમીટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવી.

7. મામેરૂ ભર્યા પછી બહેનોએ ઉભા થઈને ઝોપ ન જવું જમાઈએ પાછા વાળવા ન જવું.મામેરૂં મીઠું કરવા ન જવું.મામેરૂ ભરાય એટલે જમાઈએ જાહેરમાં કપડાં ન પહેરવા.સસરાના ઘરના કપડાં રૂમમાં પહેરીને બહાર આવવું.મામેરામાં ઘડા ભરીને મીઠાઈ આપવાની પ્રથા બંધ કરવી.

8. લગ્ન પ્રસંગમાં વોનાળા પ્રથા બંધ કરવી.

 9. દીકરીને પેટી ભરવામાં એકાવન હજારથી વધારે ન ભરવી.

10. ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને પીરસવા માટે અન્ય ભાડૂતી માણસો ન લાવવા.

11.લગ્નપ્રસંગે ડી.જે પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

12.સન્માન સાલ, પાઘડી,વીટી કે ભેટથી ન કરવું.

13. યુવાનોએ ફેશનેબલ દાઢી ન રાખવી. જે રાખશે તેને રૂ 51 હજારનો દંડ કરવામાં આવશે.

14. ઢુંઢ પ્રસંગે જમણવાર ન કરવા તથા ઢુંઢ (પતાસા)બંધ કરવાં.

15. મરણ પ્રસંગે વરાડ 10 રૂપિયા જ લેવા તેમજ પાછળથી પણ 10રૂપિયા જ લેવા.

16. મરણ પ્રસંગે બહેનોએ રૂપિયા ન લેવા કે ન દેવા.

17. મરણ પ્રસંગમાં બારમા દિવસે રાવણું કરી પછી કોઈએ જવું નહી.

18. મરણ પ્રસંગ પછી મરણ પામેલા વ્યકિતના સગાને ત્યાં ભેગા થવા જવું નહી.

19. મરણ પ્રસંગમાં દીવો બાળવા માટે સગા વહાલાને બોલાવવો નહીં.

20. મરણ પ્રસંગમાં પાછળથી રાખવામાં આવતું રાવણું(હાકો) બંધ કરવા.

આ પણ વાંચો  : ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેંક્યો ખુલ્લો પડકાર, હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ….

Back to top button