ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેંક્યો ખુલ્લો પડકાર, હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ….
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગઆ કાલે છત્રપતિ સંભાજીનગર (જૂનું નામ ઔરંગાબાદ)માં મહા વિકાસ આઘાડી (MVA) રેલીને સંબોધિત કરતી વખતે ભાજપને પડકાર ફેંક્યો હતો. ઠાકરેએ કહ્યું, જો તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં મારા પિતા (બાળ ઠાકરે)ના નહીં પણ નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડો. પછી જોઈએ છે કે કોણ જીતે છે.
ઉદ્ધવ ઠાકરેની ભાજપની ચેલેન્જ
અહેવાલો અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “અમે મહારાષ્ટ્રમાં ભાજપને મદદ કરી અને હવે તેઓએ અમારી પાસેથી અમારું પ્રતીક, નામ અને મારા પિતાને પણ છીનવી લીધા છે.” હવે ભાજપને નીચે લાવવાનો સમય આવી ગયો છે. હું ભાજપને પડકાર આપું છું કે મોદીના નામનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં આવે અને હું તમને મારા પિતાના નામ પર જવાબ આપીશ. ચાલો જોઈએ કોણ જીતે છે.”, તેમણે કહ્યું કે ‘શિવસેનાનો જન્મ ભાજપને આગળ લઈ જવા માટે નથી થયો, શિવસેનાનો જન્મ ભૂમિ પુત્રો અને દેશભક્તોની રક્ષા માટે થયો છે’.
ઠાકરેએ સાવરકરને લઈને કહી આ વાત
ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને ભાજપને વિનાયક દામોદર સાવરકરના ‘અખંડ ભારત’ના સ્વપ્નને સાકાર કરવાનો પડકાર ફેંક્યો હતો. ‘સાવરકર ગૌરવ યાત્રા’ને લઈને ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું કે તેમના હાથમાં પવિત્ર ભગવો (ધ્વજ) સારો નથી લાગતો. ઠાકરેએ સવાલકર્યો, “સાવરકરે દેશની આઝાદી માટે અને મોદીને વડા પ્રધાન બનાવવા માટે સખત કારાવાસ અને મુશ્કેલીઓ સહન કરી. શું તમે સાવરકરનું ‘અખંડ ભારત’નું સપનું પૂરું કરશો?”
ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને એકનાથ શિંદેની સાથે ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું. તેમણે ચૂંટણી પંચને ચૂનો લગાવનાર કમિશન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી મંડળ ક્યારેય તેમના પિતા બાલ ઠાકરેની પાર્ટી તેમની પાસેથી છીનવી શકે નહીં.
PM મોદી પર કર્યા પ્રહાર
આ રેલીમાં પીએમ મોદી પર સીધો પ્રહાર કરતા ઠાકરેએ કહ્યું કે, જો પીએમ મોદીને કંઈક કહેવામાં આવે તો ઓબીસીનું અપમાન થાય છે. પીએમે કહ્યું કે તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો અમારું શું? તેમણે કેન્દ્ર પર પરેશાન કરવાનો, દરોડા પાડવાનો અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપે વિરોધ પક્ષોના ભ્રષ્ટ લોકોને પોતાની પાર્ટીમાં લીધા.
આ પણ વાંચો : RSSના વડા મોહન ભાગવત અને અમિત શાહ અમદાવાદમાં, આ કાર્યક્રમમાં આપશે હાજરી