કુમાર કાનાણી ફરી આક્રમક મુડમાં ! આ મુદ્દે સ્થાનિકો સાથે રહી આંદોલનની ઉચ્ચારી ચીમકી
સુરત શહેરની મધ્યમાંથી પસાર થતી ખાડીમાં ગંદકી મુદ્દે કુમાર કાનાણી પાલિકાથી નારાજ થયા છે. અનેક વાર રજૂઆત કરવા છતા આ મુદ્દે નક્કર પગલા ન લેવાતા કુમાર કાનાણીએ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કુમાર કાનાણીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વાર આક્રમક મુડમાં જોવા મળી રહ્યા છે. ખાડી મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીએ અનેક વખત રજૂઆત કરી તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી નહિ થતા કુમાર કાનાણીની ધીરજ ખૂટી છે. અને હવે તેમણે સ્થાનિકો સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ખાડીની સફાઈ મુદ્દે રજૂઆતો કરવા છતા કાર્યવાહી નહીં
સુરત શહેરની મધ્યમાંથી પસાર થતી ખાડી એક સમયેએ લોકો માટે ડ્રેનેજ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ હતો. પરંતું હવે સમગ્ર સુરતમાં ડ્રેનેજ નેટવર્ક સ્થાપવામાં આવતા સુરત શહેરમાં ખાડીમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. જેના કારણે આ ખાડીની આસપાસ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યા અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ અગાઉ તંત્રને રજૂઆત કરતો લેટર મોકલ્યો હતો. પણ કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા ગઈકાલે મનપા ખાતે મળેલી ધારાસભ્ય સાંસદની સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડી સફાઈ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.
સ્થાનિકોને ગંદકીને કારણે હાલાકી
સ્થાનિકો પણ આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને સ્થાનિકોએ અનેક નખત ખાડીની સફાઈ માટે માંગ કરી છે. અને છેલ્લા ઘણા સમયથી કુમાર કાનાણી પણ આજ મુદ્દાને લઇ રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી કુમાર કાનાણીની ધીરજ હવે ખૂટી છે અને અને હવે જો ખાડીના સફાઈ નહી થાય તો સ્થાનિકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો : C R પાટીલના ગઢમાં ગાબડું, વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામુ