IPL-2023ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2023 MI vs RCB : ડુપ્લેસીસ – કોહલીના તોફાને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈને 8 વિકેટે કચડ્યું

  • બેંગ્લોરે ટોસ જીતી પહેલા બોલિંગ કરી હતી
  • મુંબઈએ જીત માટે આપ્યો હતો 172 રનનો ટાર્ગેટ
  • કોહલી-ડુપ્લેસીસ વચ્ચે થઈ 148 રનની ભાગીદારી

IPLમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને આ વખતે પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા આઠ વિકેટે હરાવ્યું હતું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીની ટીમે 16.2 ઓવરમાં બે વિકેટે 172 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

કેપ્ટન ડુ પ્લેસીસ અને કોહલીની શાનદાર ઇનિંગ

RCBએ IPLની 16મી સિઝનમાં જીત સાથે શરૂઆત કરી છે. તેઓએ તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટે હરાવ્યું હતું. કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ ટીમને જીત તરફ દોરી હતી. બંને અનુભવી બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીની ટીમે 16.2 ઓવરમાં બે વિકેટે 172 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

કોહલી-ડુપ્લેસીસ વચ્ચે 148 રનની ભાગીદારી

172 રનના ટાર્ગેટનો પીછો કરતા RCBને કોહલી અને ડુપ્લેસીસ દ્વારા શાનદાર શરૂઆત અપાઈ હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. કોહલી અને ડુપ્લેસિસે 14.5 ઓવરમાં 148 રન ઉમેર્યા હતા. ડુપ્લેસિસ 43 બોલમાં 73 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 169.77 હતો. આ સાથે જ કોહલીએ 49 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. વિરાટનો સ્ટ્રાઈક રેટ 167.35 હતો. ગ્લેન મેક્સવેલ બે છગ્ગાની મદદથી ત્રણ બોલમાં 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. દિનેશ કાર્તિક ખાતું ખોલાવી શક્યો નહોતો.

તિલક વર્માએ અડધી સદી ફટકારી હતી

આ પહેલા ડાબા હાથના બેટ્સમેન તિલક વર્માએ 46 બોલમાં અણનમ 84 રન ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. મુંબઈની વિકેટ એક છેડેથી સતત પડી રહી હતી અને તિલક બીજા છેડેથી સતત રન બનાવી રહ્યો હતો. તેણે ઇનિંગના છેલ્લા બોલ પર હર્ષલ પટેલને સિક્સર ફટકારી હતી. તિલકે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. 5.2 ઓવરમાં ત્રણ વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવ્યો હતો. તે સમયે ટીમનો સ્કોર 20 રન હતો. ત્યાંથી તેણે મુંબઈને 170 રનથી આગળ લઈ ગયા.

Back to top button