ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMCએ વન-ટાઈમ સેટલમેન્ટ સ્કીમ મહિનો લંબાવી

  • નાણાંકીય વર્ષમાં રૂ. 1,909.63 કરોડની આવક એકત્રિત કરી
  • સ્કીમ તા. 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે
  • સ્કીમ હેઠળ 100 ટકા વ્યાજ માફી-રીબેટ આપવામાં આવશે

અમદાવાદમાં AMCએ વન-ટાઈમ સેટલમેન્ટ સ્કીમ મહિનો લંબાવી છે. જેમાં વન-ટાઈમ સેટલમેન્ટ સ્કીમ 30 એપ્રિલ સુધીમાં ટેક્સ ભરે તો 100 ટકા વ્યાજ માફ કરવામાં આવશે. તેમજ 2 વર્ષમાં 38 ટકા વધારાના સાથે 500 કરોડની આવક થઇ છે. તથા 2022-23ના વર્ષમાં બજેટ લક્ષ્યાંકને વટાવીને કુલ આવક રૂ. 1,909.63 કરોડ થઇ છે.

આ પણ વાંચો: વડોદરા: ડમી પેઢીઓ ઊભી કરીને 1 કરોડની GSTની ચોરી કરનાર પકડાયો 

સ્કીમ તા. 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષના બાકી લેણાંની વસૂલાત માટે 100 ટકા વ્યાજ માફી સાથેની ‘વન ટાઈમ સેટલમેન્ટ’ સ્કીમ એક મહિના માટે એટલે કે તા. 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. 2022-23ના વર્ષ સુધીનો પ્રોપર્ટી ટેક્ષ બાકી લેણાંની પૂરેપૂરી રકમ ભરી દે એટલેકે શૂન્ય કરવામાં આવે તો જૂની અને નવી ટેક્ષ ફોર્મ્યુલા હેઠળની બાકી રકમ પર 100 ટકા વ્યાજ માફી-રીબેટ આપવામાં આવશે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં સોનીઓની BIS હોલમાર્કિંગનો 6 અંકોનો HUID અમલ મુલતવી રાખવાની માગણી

નાણાંકીય વર્ષમાં રૂ. 1,909.63 કરોડની આવક એકત્રિત કરી

2023-24ના વર્ષ માટેના પ્રોપર્ટી ટેક્ષની રકમ માટે આ સ્કીમ લાગુ પડશે નહીં. તા. 14 ફેબ્રુઆરીથી અમલી વ્યાજ માફી સ્કીમ અંતર્ગત નવી ફોર્મ્યુલા હેઠળ રૂ. 289.09 કરોડને જૂની ફોર્મ્યુલા હેઠળ રૂ. 4.86 કરોડની આવક થઈ છે. આ સમયગાળામાં રૂ.203.18 કરોડનું રીબેટ આપવામાં આવ્યું છે. AMCના બજેટ લક્ષ્યાંકને વટાવી જઈને કુલ રૂ. 1,909.63 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. 2022-23ના નાણાંકીય વર્ષ માટે બજેટમાં રૂ. 1,641.04 કરોડની આવક એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. જેની સરખામણીએ તા. 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં રૂ. 1,909.63 કરોડની આવક એકત્રિત કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: કંડલા-દિલ્હી વચ્ચે આ તારીખથી પુનઃ વિમાની સેવા શરૂ થશે

નિર્ધારિત લક્ષ્યાંકની તુલનાએ લગભગ રૂ. 268.59 કરોડની વધુ આવક થઈ

આમ, નિર્ધારિત લક્ષ્યાંકની તુલનાએ લગભગ રૂ. 268.59 કરોડની વધુ આવક થઈ છે. ગત વર્ષે AMCની કુલ આવક રૂ. 1,553.23 કરોડની આવક થઈ હતી. રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા લગભગ 11 વર્ષ પછી જૂની અને નવી ફોર્મ્યુલા હેઠળ પ્રોપર્ટી ટેક્ષના બાકી લેણાં પરના વ્યાજમાં 100 ટકા વ્યાજ માફીની સ્કીમ અમલમાં મૂકાઈ હતી.

Back to top button