- રાજ્યમાં એકટિવ કેસ 2332એ પહોંચ્યા
- અમદાવાદ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ 117 કેસ નોંધાયા
- 263 દર્દીઓ સાજા થયાં અને 10 દર્દીઓ વેન્ટીલેટર પર
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. જ્યારે 263 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ 117 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી. તેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સરકારે પણ આ અંગે માર્ગદર્શન પૂરું પાડતા સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
ક્યાં જિલ્લામાં કેટલા કોરોનાના કેસ નોંધાયા ?
આજે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 117, મહેસાણા – 34, વડોદરા કોર્પોરેશન – 24, રાજકોટ કોર્પોરેશન – 20, સુરત કોર્પોરેશન – 20, વડોદરા – 12, રાજકોટ – 11, વલસાડ – 7, ગાંધીનગર – 6, સુરત – 6, આણંદ – 5, ભરૂચ – 5, પંચમહાલ – 5, જામનગર કોર્પોરેશન – 4, મોરબી – 4, પાટણ – 4, અમદાવાદ – 3, બનાસકાંઠા – ૩, ભાવનગર – ૩, ખેડા – ૩, દેવભૂમિ દ્વારકા – 1, ગાંધીનગર કોર્પોરેશન – 1, કચ્છ – 1, મહિસાગર – 1, નવસારી – 1, પોરબંદર – 1, સાબરકાંઠા – 1 અને સુરેન્દ્રનગર – 1 કેસ નોંધાયા છે.
10 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં છેલ્લા 26 દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11055 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2332 એક્ટિવ કેસ છે. 9 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2322 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા થઈ ગયો છે.