ગુજરાત

સૌરાષ્ટ્રમાં સોનીઓની BIS હોલમાર્કિંગનો 6 અંકોનો HUID અમલ મુલતવી રાખવાની માગણી

  • હોલમાર્કિંગમાં HUID નો અમલ હાલ પૂરતો મુલતવી રાખવા માંગ
  • ઘાટની કેટલીક આઈટમોમાં 10 ગ્રામ સુધી હોલમાર્કિંગ કરવું ખુબ જ મુશ્કેલ
  • અધિકારીઓ વેપારી પાસેથી ઘરેણામાંથી નમુના લઇ જાય છે

જવેલર્સ માટે BIS હોલમાર્કિંગમાં HUID માટેનો અમલ મુલતવી રાખવાની માગણી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તર્કસંગત સુધારા કરવા ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ડાયરેક્ટરને રજુઆત કરવામાં આવી છે. જેમાં સોનાની સુદ્ધતા માટે BIS હોલમાર્કિંગનો 6 અંકોનો HUID અમલમાં આવનાર છે. તેથી આ આવેદન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વડોદરા: ડમી પેઢીઓ ઊભી કરીને 1 કરોડની GSTની ચોરી કરનાર પકડાયો 

હોલમાર્કિંગમાં HUID નો અમલ હાલ પૂરતો મુલતવી રાખવા માંગ

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને ભાવનગર શહેર જીલ્લાના વિવિધ જવેલર્સ એસોસિએશનનાં હોદ્દેદારો અને અગ્રગણ્ય જવેલર્સનાં પ્રતિનિધિઓ દ્વારા જવેલર્સ માટે BIS હોલમાર્કિંગમાં HUID નો અમલ હાલ પૂરતો મુલતવી રાખવા તથા તેમાં તર્કસંગત સુધારા કરવા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ન્યુ દિલ્હીના ડાયરેક્ટર જનરલને રજુઆત કરાઈ છે. તા.1 લી એપ્રિલ-2023 થી બ્યુરો ઓફ્ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા સોનાની સુદ્ધતા માટે BIS હોલમાર્કિંગનો 6 અંકોનો HUID અમલમાં આવનાર છે. જેના અમલીકરણમાં અનેક વિસંગતતાઓ અંગે અને તેમાં નાના જવેલર્સને પડતી મુશ્કેલી પડે તેમ છે.

આ પણ વાંચો: વડોદરા જિલ્લાના બટાટા પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર 

ઘાટની કેટલીક આઈટમોમાં 10 ગ્રામ સુધી હોલમાર્કિંગ કરવું ખુબ જ મુશ્કેલ

આ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઇ સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા તુરંત જ તેના નિરાકરણ માટે બ્યુરો ઓફ્ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ન્યુ દિલ્હીના ડાયરેક્ટર જનરલ પ્રમોદકુમાર તિવારી(IAS)ને પત્ર પાઠવી વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી છે. પત્રમાં જણાવવામાં આવેલ છે કે, આ નિયમના કારણે નાના વેપારીઓને ખુબ જ મુશ્કેલીઓ પડશે. હાલમાં 2 ગ્રામ સુધીના દાગીનાને હોલમાર્કમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જે મર્યાદા 10 ગ્રામ સુધી હોવી જોઈએ. ઘાટની કેટલીક આઈટમોમાં 10 ગ્રામ સુધી હોલમાર્કિંગ કરવું ખુબ જ મુશ્કેલ છે. જે માટે આ પ્રકારની આઈટમોમાં છૂટછાટ આપવી જોઈએ, આ નિયમ ફ્ક્ત 50 લાખથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે જ હોવો જોઈએ તેમજ જણાવેલ છે.

આ પણ વાંચો: વડોદરામાં VMCને વેરા પેટેની આવકનો આંકડો જાણી રહેશો દંગ 

અધિકારીઓ વેપારી પાસેથી ઘરેણામાંથી નમુના લઇ જાય છે

આ પત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં હોલમાર્કિંગ માટેની કચેરીઓની સંખ્યા ખુબ જ ઓછી હોવાથી અધિકારીઓ વેપારી પાસેથી ઘરેણામાંથી નમુના લઇ જાય છે અને તે લાંબા સમય સુધી સંબંધિત કચેરીમાં પડયા રહે છે જેના કારણે વેપારીઓને તકલીફ્ પડે છે. BIS હોલમાર્કની એપ્લીકેશનમાં મેન્યુફ્ક્ચરર કે ટ્રેડર્સનું નામ બતાવવામાં આવે છે તે બંધ થવું જોઈએ કારણ કે તેનાથી વેપારીઓની પ્રાઈવસી જળવાતી નથી. આ ઉપરાંત HUID કોડના અમલીકરણ માટે ત્રણ માસનો સમયગાળો એટલે 1 જુલાઈ,2023 સુધી વધારવા અને ઉપરોક્ત સૂચનોના અમલીકરણ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.

Back to top button