ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા જિલ્લાના બટાટા પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર

  • બટાકા પકવતા ખેડૂતોને અંદાજે રૂ.5 કરોડનુ નુક્શાન થયુ હતુ
  • ખેડૂતોને પણ રૂપિયા 330 કરોડના પેકેજમાં સમાવાયા
  • સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાશે

વડોદરા જિલ્લાના બટાટા પકવતા ખેડૂતોને પણ રૂપિયા 330 કરોડના પેકેજમાં સમાવાયા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બન્ને જિલ્લાનો પણ આ પેકેજમાં સમાવેશ કર્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં VMCને વેરા પેટેની આવકનો આંકડો જાણી રહેશો દંગ 

બટાકા પકવતા ખેડૂતોને અંદાજે રૂ.5 કરોડનુ નુક્શાન થયુ

વડોદરા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતોને અંદાજે રૂ.5 કરોડનુ નુક્શાન થયુ હતુ. જોકે, સરકારે જાહેર કરેલા પેકેટમાં વડોદરા જિલ્લાની બાદબાકી થઈ હતી. જોકે, વિધાનસભાના મુખ્ય દંડક એવા રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ (બાળુ) શુક્લની રજૂઆત બાદ આખરે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો હતો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી અને બટાટા પકડવતા ખેડૂતો માટે રૂ. 330 કરોડનુ જે પેકેજ જાહેર કર્યુ હતુ તેમાં વડોદરા જિલ્લાના બટાટા પકવતા ખેડૂતોને પણ આવરી લેવાયા છે.

ખેડૂતોને સહાય કરવા સરકારે રૂ.240 કરોડની સહાય જાહેર કરી

રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલે એક નિવેદનમાં કહ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.330 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે અને વડોદરા જિલ્લા માટે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ પેકેજનો લાભ આપવા રજૂઆત કરાઈ હતી. એ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બન્ને જિલ્લાનો પણ આ પેકેજમાં સમાવેશ કર્યો છે. તેમણે ઉમેર્યુ હતુ કે, બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા સરકારે રૂ.240 કરોડની સહાય જાહેર કરી છે. બટાટાને અન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા વાહતુક ખર્ચમાં સહાય માટે અંદાજે રૂ.20 કરોડની જાહેર કરી છે.

ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ.50 અને વધારેમાં વધારે 600 કટ્ટા (300 કિવન્ટલ)ની મર્યાદામાં સહાય

રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ. 1 લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ.50 અને વધારેમાં વધારે 600 કટ્ટા (300 કિવન્ટલ)ની મર્યાદામાં સહાય તા. 1 ફેબ્રુઆરી-2023 થી તા.31 માર્ચ-2023 સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરાય તો સહાય અપાશે. જેમાં કુલ રૂ.200 કરોડની સહાય કરાશે. એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ.50 એટલે કે એક કિલોએ રૂ. 1 અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે 600 કટ્ટા (300 કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય અપાશે. અંદાજે રૂ.20 કરોડની સહાય અપાશે.

Back to top button