ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરામાં VMCને વેરા પેટેની આવકનો આંકડો જાણી રહેશો દંગ

  • નાણાકીય વર્ષના છેલ્લાં દિવસે VMCને રૂ.11.61 કરોડની આવક
  • રૂ.520 કરોડના ટાર્ગેટ સામે રૂા.600 કરોડની આવક
  • 1,20,000 ઉપરાંત બિનરહેણાંક મિલકતોને સિલ કરવામાં આવી

વડોદરામાં VMCને વેરા પેટે રૂ.520 કરોડના ટાર્ગેટ સામે રૂા.600 કરોડની આવક થઇ છે. જેમાં નાણાકીય વર્ષના છેલ્લાં દિવસે VMCને રૂપિયા 11.61 કરોડની આવક થઈ છે. તથા વ્યાજ વળતર યોજના પૂર્ણ થઇ છે. તેમજ ગયા વર્ષ કરતા આ વર્ષે રૂપિયા 70 કરોડની વધુ આવક થઈ છે.

નાણાકિય વર્ષ 2022-23ની કુલ રૂ. 600.15 કરોડની આવક થઈ

ગઈકાલ તા.31મી માર્ચ-2023ના રોજ મ્યુનિ. કોર્પોરેશનના નાણાકિય વર્ષનો છેલ્લો દિવસ હતો. તે દિવસે વ્યાજ વળતર યોજનાનો પણ છેલ્લો દિવસ હતો. જે દિવસે વેરા પેટે કોર્પોરેશનને રૂ.11.61 કરોડની આવક થઈ હતી. જે સાથે કોર્પોરેશનને નાણાકિય વર્ષ 2022-23ની કુલ રૂ. 600.15 કરોડની આવક થઈ હતી. બજેટ લક્ષ્યાંક રૂ.520 કરોડ સામે કોર્પોરેશનને વિક્રમજનક રૂ. 600.15 કરોડની આવક થઈ હતી. જે ગયા વર્ષ કરતા રૂ.70 કરોડની વધુ આવક થઈ હતી.

1,20,000 ઉપરાંત બિનરહેણાંક મિલકતોને સિલ કરવામાં આવી

વર્ષ 2022-23ની વેરાની રૂ.600.15 કરોડની વિક્રમ જનક આવક કોર્પોરેશનને થઈ છે. ચાલુ વર્ષે મિલકત વેરાની વસૂલાત માટે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માસ સિલિંગની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. અને 1,20,000 ઉપરાંત બિનરહેણાંક મિલકતોને સિલ કરવામાં આવી હતી. જ્યારે 3600 ઉપરાંત રહેણાંકની મિલકતોના પાણીના જોડાણો કાપવામાં આવ્યા હતા. કોર્પોરેશનમાં બાકી મિલકત વેરામાટે ગઈકાલ તા.31મી માર્ચ-2023 સુધી વ્યાજ માફી યોજના અમલમાં હતી.

23 કરોડ ઉપરાંતની સરકારી મિલકતોની વેરા વસૂલાત કરી

વેરા વસૂલાત માટે માસ સિલિંગની કામગીરીમાં તથા વેરા રીકવરીની કામગીરીમાં સંબંધીત વોર્ડના રેવન્યુ સ્ટાફ તથા આકારણી શાખાનો સ્ટાફ, યુસીડી શાખાનો સ્ટાફ, એન્જિનિયરિંગ શાખા તથા આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર્સ તેમજ વોર્ડ ઓફિસરો કામગીરીમાં જોડાયા હતા. ગઈકાલ તા.31મી માર્ચના રોજ વ્યાજ માફી યોજનાની છેલ્લી તારીખ હતી. તે દિવસે કોર્પોરેશનને રૂ. 11.61 કરોડની આવક થઈ હતી. તેમજ કુલ વેરાની આવક પેટે રૂ.600.15 કરોડની વિક્રમજનક આવક થઈ હતી. જેમાં 23 કરોડ ઉપરાંતની સરકારી મિલકતોની વેરા વસૂલાત કરી હતી. કરદાતાઓ દ્વારા વોર્ડ ઓફિસમાં તથા ઓનલાઈન પણ વેરા ભરી વ્યાજ વળતર યોજનાનો લાભ લીધો હતો. આમ, કોર્પોરેશનને વર્ષ 2022-23ના બજેટ લક્ષ્યાંક રૂ.520 કરોડની સામે કુલ રૂ. 600.15 કરોડની વિક્રમજનક આવક નોંધાઈ હતી. જે ગત વર્ષની આવક કરતા રૂ.70 કરોડની વધુ આવક થઈ હતી.

Back to top button