આવતી કાલે રાહુલ ગાંધી સુરત આવશે અને માનહાનીના કેસમાં કોર્ટમા તેઓ અપીલ કરી શકે છે. ત્યારે રાહુલ ગાંધી જેલમાં જાય તેવા અહેવાલો પણ મળી રહ્યા છે.
કોંગ્રના રાષ્ટ્રિય નેતાઓ સુરત આવશે
રાહુલ ગાંધી આવતા કાલે સુરત આવવાના છે ત્યારે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ સુરત પહોંચી રહ્યા છે. જેમાં રાજસ્થાનના CM અશોક ગોહેલોત પણ સુરત આવશે આ સાથે જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જૂન મોઢવીયા પણ સુરત પહોંચશે. ત્યારે દિલ્હીથી શક્તિસિંહ ગોહિલ પણ સુરત આવશે, આમ રાહુલ ગાંધીને સપોટ કરવા માટે કોંગ્રના રાષ્ટ્રિય નેતાઓ સુરત આવશે. જેથી ઘમાસણ સર્જાવાની પણ શક્યતા રહેલી છે.
રાહુલ ગાંધી ઘર કર્યું ખાલી
રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં લોકસભાની સદસ્યતા સામે અપીલ દાખલ કરશે.દિલ્હી,મુંબઈથી લઈને સમગ્ર ગુજરાત સુધીના કાર્યકરો અને નેતાઓને જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી આવતીકાલે સુરત પહોંચી રહ્યા છે.આ અપીલ પહેલા રાહુલ ગાંધીએ તેમનું ધર પણ ખાલી કરી દીધું છે.
રાહુલ ગાંધી આવતી કાલે સુરત કોર્ટમાં કરશે અપીલ
2019ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ નિવેદન સામે સુરતમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ સેશન્સ કોર્ટમાં અપીલના પ્રસંગે હાજર રહેવા માંગે છે. ગુજરાત સહિત અન્ય મોટા નેતાઓને પધારવા જણાવાયું છે. પક્ષના સૂત્રોનું કહેવું છે કે હાઈકોર્ટમાં અપીલ સહિત અન્ય વિકલ્પો પર પણ નિર્ણય લઈ શકાય છે.
જેલ કે અપીલ, પક્ષના નેતાઓનો નિર્ણય બે ભાગમાં વહેંચાયો
રાહુલ ગાંધીની સજા સામે પક્ષ પણ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક વર્ગ ઈચ્છતો હતો કે રાહુલ આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જાય. જ્યારે બીજી તરફ, અન્ય જૂથ ઈચ્છે છે કે જો રાહુલ જેલમાં જશે તો પાર્ટીને સહાનુભૂતિ મળશે અને આગામી લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો થશે.
રાહુલ ગાંધી જેલમાં જાય તેવા સંકેતો
ચુકાદાને પડકારવો કે જેલમાં જવું તે અંગે પણ પાર્ટી નેતૃત્વમાં વિભાજન થયું હતું. એક મત એવો હતો કે જેલમાં જવાથી સહાનુભૂતિની લહેર પેદા થશે. અને એવું કહેવાય છે કે રાહુલ ગાંધી તેમની કાનૂની ટીમથી પણ નારાજ છે, જેણે ચાર વર્ષથી ચાલી રહેલા આ કેસને ગંભીરતાથી ન લડ્યો. જેથી રાહુલ ગાંધી જેલમાં જાય તેવા સંકેતો હાલ મળી રહ્યા છે.
આ પણ વાંચો : દેશમાં કોરોનાએ ફરી ચિંતા વધારી, કેસમાં આવ્યો વર્ષનો સૌથી મોટો ઉછાળો