વડોદરા : પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં, 3 PIની બદલી
વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાને સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વડોદરા શહેરમાં રામનવમીની શોભાયાત્રાની ઘટના બાદ પોલીસ કમિશ્નરે ગત રોજ SIT ની રચના કરી હતી. અને શોભાયાત્રામાં પથ્થરમારાને મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પી. આઇ.ની બદલી કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર દ્વારા 3 PIની બદલી
વડોદરામાં રામનવમીને દિવસે પથ્થરમારો થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. અને તપાસનો ધમધમાટ શરુ કરીને જવાબદારો પર કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે આ વચ્ચે પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પી. આઇ.ની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ PIની કરાઈ બદલી
પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા PI એમ.એસ.સગરની ટ્રાફ્રિક વિભાગમાં બદલી કરવામાં આવી છે જ્યારે ગોરવાના પીઆઇ એચ.એમ. ધાંધલ સિટી પોલીસ મથકના નવા પીઆઇ બનાવવામાં આવ્યા છે અને ટ્રાફિક પી.આઇ. એમ. જે. મકવાણાને ગોરવા પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ઘટનાને પગલે્ પોલીસતંત્ર એક્શનમાં
ઉલ્લેખનીય છે કે રામનવમીના દિવસે વડોદરા શહેરમાં પથ્થર મારાની ઘટના સીટી પોલીસ મથકની હદમાં બની હતી. ત્યારે શહેરમાં એક સાથે 3 પીઆઇની બદલીના આદેશથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પથ્થરમારાની આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ મામલે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી હતી. જેથી SIT હાલ આ મામલે તુપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તો બીજી તરફ શહેર પોલીસની કામગારી પણ સવાલ ઉઠાવવામા્ં આવી રહ્યા છે.
કુલ 23 આરોપીઓની ધરપકડ
પથ્થરમારાની આ ઘટનામાં પોલીસે કુલ 23 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી પાંચ આરોપીને ગતરોજ કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.જ્યારે 18 આરોપીઓની જામીન અરજી પર આજે કોર્ટે અરજી ફગાવી દીધી છે. તેમજ 18 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામા્ં આવ્યો છે.
આ પણ વાંચો : અમેરિકામાં તોફાને મચાવી તબાહી, વિનાશક તોફાન અને ટોર્નેડોમાં 7ના મોત