- રાજ્યમાં એકટિવ કેસ 2294એ પહોંચ્યા
- અમદાવાદ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ 128 કેસ નોંધાયા
- 388 દર્દીઓ સાજા થયાં અને 9 દર્દીઓ વેન્ટીલેટર પર
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 372 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ 128 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી. તેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સરકારે પણ આ અંગે માર્ગદર્શન પૂરું પાડતા સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
ક્યાં જિલ્લામાં કેટલા કોરોનાના કેસ નોંધાયા ?
આજે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 128, ગાંધીનગર જિલ્લામાં 8, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 35, વડોદરા જિલ્લામાં 34, અમરેલીમાં 8, આણંદમાં 7, બનાસકાંઠામાં 14,ખેડામાં 2, કચ્છમાં 8, મહેસાણામાં 27, મોરબીમાં 29, ભરૂચમાં 14, બોટાદમાં 1, નર્મદામાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 5, પોરબંદરમાં 2, સાબરકાંઠામાં 6. ભાવનગરમાં 6, જામનગરમાં 5, સુરેન્દ્રનગરમાં 6, વલસાડમાં 5 કેસ નોંધાયા છે.
9 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં છેલ્લા 25 દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11055 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2294 એક્ટિવ કેસ છે. 9 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2285 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા થઈ ગયો છે.