નેશનલ

લોકસભા સભ્યપદ ગયા બાદ રાહુલ ગાંધીને વધુ એક ઝટકો, હવે આ રાજ્યમાં થયો માનહાનિનો કેસ

  • હરિદ્વાર કોર્ટમાં RSS કાર્યકર કમલ ભદોરિયાએ માનહાનિનો કેસ નોંધાયો છે.
  • RSSને આજના કૌરવ ગણાવતા અને પૂજારીઓ વિરુદ્ધ આપેલા નિવેદન બદલ કેસ નોંધાયો છે
  • હરિદ્વાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં માનહાનિ આ કેસની સુનાવણી 12 એપ્રિલે થશે

કોંગ્રેસના પૂર્વ લોકસભા સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. તેમની લોકસભાનું સભ્યપદ થોડા દિવસો પહેલા જ સમાપ્ત થઈ ગયું હતું અને હવે તેમની સામે હરિદ્વાર કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. RSS કાર્યકર કમલ ભદોરિયાએ આ કેસ નોંધાયો છે. આ કેસની 12 એપ્રિલે સુનાવણી થશે. હરિદ્વાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ II શિવ સિંહની કોર્ટે આ કેસ સ્વીકાર્યો છે.

શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં આ કેસ રાહુલ ગાંધી પર RSSને આજના કૌરવ કહેવા અને પૂજારીઓ વિરુદ્ધ આપેલા નિવેદન માટે દાખલ કરવામાં આવ્યો છે. હરિદ્વાર સીજેએમ કોર્ટમાં આપવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 9 જાન્યુઆરી, 2023ના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં એક જનસભા દરમિયાન RSSને આધુનિક યુગના કૌરવો ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આજના કૌરવો લાકડીઓ લઈને હાફ પેન્ટ પહેરે છે અને શાખાઓ લગાવે છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર RSS કાર્યકર કમલ ભદોરિયાએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી જ નહીં, અગાઉ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના આ સાંસદો-ધારાસભ્યોની સભ્યતા પણ રદ થયેલ છે

રાહુલ પર પ્રહારો કર્યા

ભદોરિયાએ પૂજારીઓ વિરુદ્ધ નિવેદન આપવા બદલ રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા છે. અરજીમાં ભદોરિયાએ કહ્યું હતું કે રાહુલે પૂજારીઓ અને સનાતનીઓને તોડતું નિવેદન આપ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશના વિવિધ મંદિરોમાં પૂજા કરવા છતાં કોંગ્રેસના નેતાએ આવું નિવેદન આપ્યું છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીને 11 જાન્યુઆરીએ લીગલ નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં તેમને આ નિવેદન માટે માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

આ પણ વાંચો : હવે રાહુલ ગાંધી સામે વધુ એક ‘મોદી’ મેદાને : બ્રિટનની કોર્ટમાં દાખલ કરી શકે છે ફરિયાદ

તમને જણાવી દઈએ કે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલ થઈ હતી. આ પછી તેમનું લોકસભા સભ્યપદ જતું રહ્યું હતું. જો કે, તેણે આ નિર્ણયને પડકારવા માટે હજુ સુધી ઉચ્ચ અદાલતમાં અપીલ કરી નથી. સુરત કોર્ટે રાહુલ ગાંધીને અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો.

Back to top button