ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્પોકન ઇંગ્લિશ અને ટેલિ એકાઉન્ટિંગના શરૂ કરાયા વર્ગો

પાલનપુર: સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સતત દીકરીઓના અભ્યાસ અને કારકિર્દી ને લઇને ચિંતિત હોય છે. દીકરીઓને સલામતી ભર્યું શિક્ષણ મળી રહે અને તેઓ અભ્યાસમાં આગળ વધીને તેમનું નામ રોશન કરી તેવા વિચારો સાથે દીકરીઓને સ્વસ્તિક મહિલા કોલેજમાં અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરાવે છે. આ શુભ આશય સાથે સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા દીકરીઓ માટે ફ્રી ક્લાસીસનું આયોજન કરવામાં આવેલ છે જેનો તમામ ખર્ચ સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.

જરૂરિયાત મંદ દીકરીઓ અને બાળકોની સતત ચિંતા કરાઈ

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આયોજિત બે મહિના માટે Tally Accounting અને Spoken English ના ફ્રી ક્લાસીસ ની શરૂઆત કરવામાં આવી. ધોરણ 12 ની પરીક્ષા આપનાર તમામ દીકરીઓને વિના મૂલ્યે Tally Accounting ના કોમ્પ્યુટર ક્લાસીસ તથા Spoken English ના ક્લાસીસની શુભ શરૂઆત કરવામાં આવેલ, જેમાં દરેક સ્કૂલની દીકરીઓ જોડાઈને આ ક્લાસનો લાભ લઈને તેમના શિક્ષણમાં વધારો કરી શકે છે.

આ કાર્યક્રમમાં Spoken English અને Tally માં અનુભવી ફેકલ્ટી સંસ્થા દ્વારા રાખવામાં આવ્યા છે.. અને તેઓ દ્વારા દીકરીઓને બે મહિના સુધી સારું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ Tally Accounting અને Spoken English અભ્યાસમાં કેવી રીતે ઉપયોગી છે તેની માહિતી દીકરીઓને પૂરી પાડવામાં આવી. સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલબેન નેહલબેન પરમાર દ્વારા દીકરીઓને કોલેજ વિશેની માહિતી આપવામાં આવી.

આ કાર્યક્રમમાં સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના આચાર્ય મણીભાઈ મેવાડા, મહેન્દ્રભાઈ પંચાલ, પીનાબેન પટેલ, સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલબેન નેહલબેન પરમાર, સ્વસ્તિક બાલમંદિર વિભાગના આચાર્ય દર્શનાબેન મોદી,સ્વસ્તિક અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલબેન હેતલબેન રાવલ તથા તમામ અધ્યાપિકાબહેનો અને તમામ દીકરીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોની આભારવિધિ સ્વસ્તિક અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલબેન હેતલબેન રાવલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :પાલનપુર: વાહન ચાલકોમાં રોષ, ડીસા – મુડેઠા રોડ પર આવેલા ટોલ પ્લાઝા ઉપર નવા ભાવ વધારાનો અમલ

Back to top button