પાલનપુર: વાહન ચાલકોમાં રોષ, ડીસા – મુડેઠા રોડ પર આવેલા ટોલ પ્લાઝા ઉપર નવા ભાવ વધારાનો અમલ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી કંડલા નેશનલ હાઈવે પર ભીલડી નજીક આવેલા મુડેઠા ટોલ પ્લાઝા ઉપર આજે (શનિવાર)થી નવો ભાવ વધારો અમલી બની ગયો છે. મુડેઠા ટોલ પ્લાઝા ઉપરથી દરરોજના 9000 જેટલા વાહનો પસાર થાય છે. બનાસકાંઠા અને કચ્છને જોડતા આ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ટ્રાફિકની દ્રષ્ટિએ ભારે વાહનોની અવરજવર વાળો છે.
જોકે ટોલ પ્લાઝા ઉપર નવા ભાવ વધારાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન છે. વાહન ચાલકોના જણાવ્યા મુજબ એક તરફ ડીઝલ – પેટ્રોલનો ભાવ આસમાને છે. ત્યારે હવે ટોલ પ્લાઝા ઉપરથી પસાર થવા માટે ભાવ વધારો અમારા માટે મુશ્કેલી ભર્યો બન્યો છે.
ખિસ્સાને પણ હવે વધારે વાર સહન કરવો પડે તેવી સ્થિતિ છે. વારંવારના ભાવ વધારાથી અમારી સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે. જોકે સતત બીજીવાર મુડેઠા ટોલ પ્લાઝા પર ભાવ વધારો થતા વાહન ચાલકોમાં રોષ પ્રવર્તે છે. જ્યારે સ્થાનિક ગામના લોકોને પણ રોજે રોજ આ ટોલ પ્લાઝા ઉપરથી પસાર થવાનું હોય છે. તેઓમાં પણ અત્યારે ભારે નારાજગીના સૂર ઉઠ્યા છે. આ ભાવ વધારો તાત્કાલિક પરત ખેચવા જોઈએ તેવી વાહન ચાલકોની માંગ છે.
આ પણ વાંચો :વિશ્વમાં ભારતીય રૂપિયાની વધતી વિશ્વસનીયતા, મલેશિયા પણ તેને વેપારમાં સ્વીકારશે
કેટલો ભાવ વધારો કરાયો
મારુતિ કાર– રૂ.120-125
ટેમ્પો ગાડી -રૂ. 195-205
બસ – રૂ. 405-425
ડમ્પર ગાડી-રૂ. 440-465
ટ્રેલર-રૂ. 635-670
માલ વાહન ગાડી-રૂ.775-815