ટ્રેન્ડિંગધર્મ

શ્રીયંત્રની પૂજા કરવામાં રાખો આટલી બાબતોનું ધ્યાનઃ લક્ષ્મીજીની કૃપા વરસશે

  • ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવાના થોડા નિયમો હોય છે
  • વિધિ-વિધાન પુર્વક શ્રીયંત્રની પૂજા કરવાથી  સુખ શાંતિ રહે છે
  • શુક્રવારના દિવસે માં લક્ષ્મીની સાથે શ્રીયંત્રની પૂજા અવશ્ય કરો

ધનની દેવી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રીયંત્રની પૂજા સૌથી લાભદાયક માનવામાં આવે છે. શ્રીયંત્રની પૂજા કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, તેથી લોકો પોતાના ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરીને તેની પૂજા અને આરાધના કરે છે. જો વિધિ-વિધાન પુર્વક શ્રીયંત્રની પૂજા કરવામાં આવે તો હંમેશા સુખ સંપતિ, સૌભાગ્ય અને ઐશ્વર્ય રહે છે. જોકે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવાના થોડા નિયમો હોય છે. જો આ નિયમોને સાથે રાખવામાં આવે તો તેના સારા પરિણામો મળે છે. યોગ્ય નિયમોનુ પાલન કર્યા બાદ તમે શ્રીયંત્રની પૂજા કરો તો ઉચિત ફળ પ્રાપ્ત થાય છે. જાણો તેના નિયમો.

શ્રીયંત્રની પૂજા કરવામાં રાખો આટલી બાબતોનું ધ્યાનઃ લક્ષ્મીજીની કૃપા વરસશે hum dekhenge news

શ્રીયંત્રને સ્થાપિત કરવાનું શુભ મુહુર્ત

ધાર્મિક મહત્ત્વ સાથે જોડાયેલું કોઇ પણ કામ શુભ મુહુર્ત જોયા વગર ન કરવુ જોઇએ. નહીં તો તેનું સંપુર્ણ ફળ પ્રાપ્ત થતુ નથી. શ્રીયંત્રને સ્થાપિત કરતા પહેલા મુહુર્તની માહિતિ જરૂર મેળવી લો, કેમકે કોઇ પણ શુભ કામ કરતા પહેલા મુહુર્ત જોવું અનિવાર્ય છે.

શુક્રવારે શ્રીયંત્રની પૂજા

જો ઘરમાં શ્રીયંત્ર રાખ્યુ હોય તો તેને મંદિરમાં રાખો અને ભગવાનની જેમ જ તેની પૂજા કરો. શુક્રવારના દિવસે માં લક્ષ્મીની સાથે શ્રીયંત્રની પૂજા અવશ્ય કરો. એક વખત શ્રીયંત્ર સ્થાપિત કર્યા બાદ રોજ તેની પૂજા અવશ્ય કરો. તેની પૂજા ન કરવાથી તમને કોઇ લાભ નહીં થાય. આ ઉપરાંત તેના નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે.

શ્રીયંત્રની પૂજા કરવામાં રાખો આટલી બાબતોનું ધ્યાનઃ લક્ષ્મીજીની કૃપા વરસશે hum dekhenge news

શ્રીયંત્રની આકૃતિ યોગ્ય રીતે જુઓ

કોઇ પણ આકૃતિઓ, ચિહ્નો અને અંકોને કોતરીને બનાવવામાં આવે છે. કોઇ પણ યંત્રનો પુર્ણ લાભ પ્રાપ્ત કરવા માટે તે યોગ્ય રીતે બનેલુ હોવુ જોઇએ. જો તમે શ્રીયંત્રને ઘરમાં સ્થાપિત કરી રહ્યા હો તો તેને યોગ્ય રીતે ચેક કરી લો કે તે યોગ્ય રીતે બનેલુ છે કે નહીં. ખોટા શ્રીયંત્રની પૂજા કરવાથી પણ કોઇ લાભ થતો નથી. દેવી લક્ષ્મી સ્વયં ધનની દેવી છે. તેમને ધન આપવાના બદલે શ્રદ્ધા અને ભક્તિ અર્પિત કરવાથી તમને ફાયદો થશે.

શ્રીયંત્રની પૂજા કરવામાં રાખો આટલી બાબતોનું ધ્યાનઃ લક્ષ્મીજીની કૃપા વરસશે hum dekhenge news

સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે શ્રીયંત્ર

દેવી લક્ષ્મીનુ પ્રિય શ્રીયંત્ર માત્ર ધાર્મિક મહત્ત્વ જ નથી રાખતુ, પરંતુ તેમાં મનને શાંત કરવાની અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાની પણ શક્તિ હોય છે. તે કોઇ પણ મંદિર, યોગ્ય અને સિદ્ધ બ્રાહ્મણ, જ્યોતિષ કે તંત્ર વિશેષજ્ઞ પાસેથી મેળવો.

શ્રીયંત્રની પૂજા કરવામાં રાખો આટલી બાબતોનું ધ્યાનઃ લક્ષ્મીજીની કૃપા વરસશે hum dekhenge news

આ રીતે કરો શ્રીયંત્રની પૂજા

શ્રીયંત્રની પૂજા લોભના ભાવથી નહીં સુખ, શાંતિના ભાવથી કરો. ત્યારબાદ શુક્રવારે સવારે સ્નાન કરીને એક થાળીમાં શ્રીયંત્ર સ્થાપિત કરો. તેને લાલ કપડા પર રાખો. શ્રીયંત્રને પંચામૃત એટલે કે દુધ, દહીં, મધ, ઘી, ખાંડ મિક્સ કરીને સ્નાન કરા્યા બાદ ગંગાજળથી સ્નાન કરાવો. હવે યંત્રની પૂજા લાલ ચંદન, લાલ ફુલ, અબીલ, કુમકુમ, ચોખાથી કરી, લાલ ચુંદડી ચઢાવો. મિઠાઇનો ભોગ લગાવો. ધુપ, દીપ, કપૂરથી આરતી કરો. શ્રીયંત્રની સામે લક્ષ્મી મંત્ર, શ્રીસુક્તમના પાઠ કરો.

આ પણ વાંચોઃ આજથી નવા નિયમો સાથે નાણાંકીય વર્ષ 2023-24 શરૂ, જાણો કેવી રીતે થશે ખિસ્સા ઢીલા

Back to top button