IPL-2023સ્પોર્ટસ

IPL 2023 : પંજાબ અને કોલકાતા વચ્ચે જંગ, KKR એ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

Text To Speech
  • કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર
  • કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
  • પંજાબની કમાન શિખર ધવન અને કોલકાતાની કમાન નીતિશ રાણા સંભાળશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની શરૂઆત ખૂબ જ રોમાંચક રહી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની જીત સાથે શરૂઆત કરી હતી. શનિવારે દિવસની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પંજાબ કિંગ્સ સાથે ટકરાશે. બંને ટીમ આ ટૂર્નામેન્ટની નવી સિઝનમાં નવા કેપ્ટન સાથે પ્રવેશ કરશે. પંજાબની કમાન શિખર ધવન સંભાળશે જ્યારે કોલકાતાની કમાન નીતિશ રાણા સંભાળશે. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પંજાબ કિંગ્સ કોલકાતા સામે તેના હોમ ગ્રાઉન્ડ મોહાલીમાં રમશે. અહીં યોજાનારી મેચમાં વરસાદની પડે તેવી શક્યતા છે. મેચ દરમિયાન વરસાદની 50 ટકા શક્યતા છે. મેચના એક દિવસ પહેલા પણ વરસાદ પડ્યો હતો અને તેથી જ કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ બોલિંગ પસંદ કરી છે.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન
શિખર ધવન (c), પ્રભસિમરન સિંહ (wk), ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરણ, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

કોલકાતા નાઈટ રાઈડર્સ
રહેમાનુલ્લા ગુરબાઝ (wk), મનદીપ સિંહ, નીતીશ રાણા (c), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, ટિમ સાઉથી, અનુકુલ રોય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

આ પણ વાંચો : IPL 2023 : ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં અરિજીત સિંહ ધોનીને પગે લાગ્યો, જાણો પછી શું થયું

Back to top button