નેશનલ

ભાજપના 43માં સ્થાપના દિનની ઉજવણી 6થી 14 એપ્રિલ સુધી કરાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

ભારતીય જનતા પાર્ટી તેના 42મો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહી છે. આ ઉજવણી 6થી 14 એપ્રિલ સુધી ચાલશે. જેના માટે પાર્ટી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા 14 એપ્રિલે આંબેડકર જયંતી સુધી ઉજવણીના વિવિધ કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યો છે.

6 થી 14 એપ્રિલ સુધી સ્થાપના દિનની ઉજવણી કરાશે

દેશના રાજનૈતિક ઈતિહાસમાં 6 એપ્રિલનું ખાસ મહત્વ છે, આ તારીખે સૌથી મોટી પાર્ટી ભાજપનો સ્થાપના દિવસ છે. ત્યારે 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ભારતીય જનતા પાર્ટીએ તેના 43માં સ્થાપના દિનની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરશે. સ્થાપના દિને ભાજપ દ્વારા દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોથી લોકસંપર્ક, લોકભાગીદારીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને પ્રત્યેક બૂથ પ્રમુખના ઘરે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવશે.

લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કાર્યક્રમનું આયોજન

મહત્વનું છે કે ભાજપે આ વખતે આગામી લોસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને ચાલી રહેલી તૈયારીઓને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમાં ગરીબો, વંચિતો, દલિત અને આદિવાસી સમાજ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને પહોંચાડવા માટેના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે PM મોદી નવી દિલ્હી મુખ્યાલયથી દેશભરના કાર્યકરોને સંબોધન કરશે. જેને ભાજપ દ્વારા બૂથસ્તરે વ્યાપક રીતે કાર્યકરો સાંભળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે.

ભાજપ-humdekhengenews

એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન

ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં એક સપ્તાહથી વધુ સમય સુધી વિવિધ જનહિતના કાર્યક્રમો, રેલીઓના આયોજન વિવિધ મોરચા દ્વારા કરવમાં આવશે. અને 14 એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંડેકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા, રેલીઓના કાર્યક્રમ પણ યોજાશે. તેમજ સ્વચ્છતા અભિયાન યોજવા ઉપરાંત કેન્દ્ર અને રાજ્યની દલિત ઉત્થાન માટેની યોજનાઓ પર ચર્ચાઓ, લાભો પહોંચાડવા માટે જનસંપર્ક અભિયાન વગેરે પણ યોજવનાર છે.

જ્યોતિબા ફુલે જયંતી નિમિત્તે ખાસ આયોજન

તેમજ 11 એપ્રિલના રોજ દલિત સમાજ સુધારક અને શિક્ષણ માટે પ્રયાસો કરનાર જ્યોતિબા ફુલે જયંતી હોવાથી આ નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેના ભાગરુપે મહાનગરો અને જિલ્લા, તાલુકાઓમાં યોજાનારા કાર્યક્રમોમાં જનપ્રતિનિધિઓને ખાસ ઉપસ્થિત રહેવા સૂચન કરવામા આવ્યું છે.

6 એપ્રિલે અમિત શાહ ગુજરાતની મુલાકાતે

6 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે આ દરમિયાન તેઓ ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિનની ઉજવણી તેમજ સાળંગપુર ખાતે હનુમાનજીની પ્રતિમાના લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાળંગપુર હનુમાન દાદાના મંદિર પરિસરમાં રૂ.55 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી પંચધાતુની 54 ફૂટ ઊંચી હનુમાન દાદાની પ્રતિમા બનાવવામા આવી છે.

આ પણ વાંચો : ખેડામાં બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરના શરીરનો અડધો ભાગ કેબિનમાં ફસાયો, દિલઘડક રેસ્ક્યું

Back to top button