ગુજરાતમધ્ય ગુજરાત

ખેડામાં બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરના શરીરનો અડધો ભાગ કેબિનમાં ફસાયો, દિલઘડક રેસ્ક્યું

Text To Speech

ગઇકાલે મોડીરાત્રે ખેડામાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક સામ-સામે અથડાતાં અકસ્માતની આ ઘટના બની હતી. આ ઘટનામાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જેને કાઢવો ખુબ મુશ્કેલ હતો. આ ઘટના અંગે 108 અને ખેડા પોલીસને જાણ કરવામા આવી હતી. જે ભાદ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રક ટ્રાઈવરને બહાર કાઢવા માટે રેસ્ક્યુંની કામગીરી શરુ કરી હતી.

હરિયાળા પાટીયા પાસે અકસ્માત

ખેડા તાલુકાના હરિયાળા પાટીયા પાસે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ખેડા હરિયાળા બ્રિજ પર બે ટ્રક સામસામે અથડાતાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો.ઘટનાને પગલે સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રકમાં ફસાયેલ ટ્રાઈવર ને કાઢવાની કોશિશ કરી હતી પરંતુ તેને કાઢી શકાયો ન હતો.

ખેડા અકસ્માત-humdekhengenews

બે કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરનું રેસ્ક્યું

આ અકસમાતમાં ડ્રાઈવરના શરીરનો અડધો ભાગ કેબિનમાં ફસાઈ ગયો હતો. ડ્રાઈવરને બહાર કાઢવા માટે સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા દોરડા વડે ટ્રકના આગળના ભાગને ખેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તેને બહાર કાઢી શકાયો ન હતો. જે બાદ આ ઘટના અંગે પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ ટ્રકત ડ્રાઈવરને બચાવવા અનેક પ્રયત્નો કરવા થતા સફળતા ન મળતા ક્રેઈમ બોલાવવામાં આવી હતી. અને બે કલાકની જહેમત બાદ ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.

ઘટનાને પગલે વાહનોની લાંબી કતારો લાગી

આ ઘટનામાં ટ્રક ડ્રાઈવરને ઈજા પહોંચતા તેને 108 મારફતે ખેડા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. અને આ ઘટનાને પગલે બે કલાક સુધી ખેડાના જૂના બ્રિજનો વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. જેથી અહી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

આ પણ વાંચો : મનસુખ વસાવા-ચૈતર વસાવાની ડિબેટ મોકૂફ,અંતિમ ઘડીએ મનસુખ વસાવાએ કરી પીછે હટ

Back to top button