નેશનલ

રામનવમી પર હિંસા સામે મમતા સરકાર એક્શનમાં ! CIDને તપાસ સોંપાઈ

  • પશ્ચિમ બંગાળના હાવડામાં હિંસા બાદ રાજકારણ ગરમાયુ
  • હિંસા મામલે રાજ્ય સરકારે CID તપાસના આદેશ આપ્યા છે
  • હિંસા બાદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે

બંગાળમાં રામનવમીના શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. દરમિયાન હવે રાજ્ય સરકારે આ મામલે CID તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : સાંસદ સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું – તેરા ભી મુસેવાલા…

પશ્ચિમ બંગાળના હાવડામાં હિંસા બાદ રાજકારણ ચરમસીમા પર છે. આ વચ્ચે શનિવારે (1 એપ્રિલ)ના રોજ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીના દિવસે થયેલી હિંસાની તપાસ CID કરશે. રાજ્ય સરકારે CID તપાસના આદેશ આપ્યા છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. સીઆઈડીના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સહિત અનેક શાખાઓ તપાસમાં સામેલ થશે. આમાં ડીઆઈજી રેન્કના અધિકારીઓ હશે.

હાવડા હિંસા - Humdekhengenews

વાસ્તવમાં રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે હિંસાને લઈને મમતા સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મમતા બેનર્જી પર સરઘસ દરમિયાન પથ્થરમારો કરનારાઓને ક્લીનચીટ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “સવાલ એ છે કે મમતા ક્યાં સુધી હિંદુ સમુદાય પર હુમલા કરતી રહેશે.”

ભાજપ અને ટીએમસી આમને-સામને

હાવડામાં હિંસાને લઈને ભાજપ મમતા સરકાર પર પ્રહારો કરી રહી છે. ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ પણ હાવડા હિંસામાં વિદેશી ષડયંત્ર હોવાનું જણાવીને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.

હાવડા હિંસા - Humdekhengenews

આ સિવાય પશ્ચિમ બંગાળના ભાજપના લોકસભા સાંસદ જગન્નાથ સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને મામલાની NIA તપાસની માગણી કરી છે. તેમનું કહેવું છે કે હિંસાના કારણો શોધવા જોઈએ. આ માટે તેમણે કેન્દ્રીય દળોના હસ્તક્ષેપની વિનંતી કરી છે.

આ પણ વાંચો : નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે સસ્તા થયા LPG સિલિન્ડર, જાણો કેટલી ઘટી કિંમત

પરિસ્થિતિ કેવી છે

હિંસા બાદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા સતત માઈકીંગ કરવામાં આવી રહ્યું છે. હાવડામાં કેટલાક અસ્થિર વિસ્તારોમાં કલમ 144 પણ 3 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. આ સિવાય હાવડાના ઘણા વિસ્તારોમાં 1 એપ્રિલે બપોરે 2 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.

Back to top button