ટોપ ન્યૂઝબિઝનેસ

આજથી નવા નિયમો સાથે નાણાંકીય વર્ષ 2023-24 શરૂ, જાણો કેવી રીતે થશે ખિસ્સા ઢીલા

  • આજથી ઇન્કમ ટેક્સ સહિત ઘણા ફેરફાર અમલમાં આવશે
  • સોનાનું, મ્યુચ્યુઅલ ફંડ, રીટ-ઇન્વિટ, જીવન વીમા પોલિસી વગેરેમાં ઘણા નિયમોમાં બદલાવ
  • કાર મોંઘી થશે, 15 વર્ષ જુના વાહનો દુર કરાશે

આજથી નાણાકીય વર્ષ 2023-24 શરૂ થઇ રહ્યું છે. એટલે કે આજે 1 એપ્રિલ 2023 છે. નવા નાણાકીય વર્ષમાં પ્રવેશતાની સાથે જ આજથી ઇન્કમ ટેક્સ સહિત અનેક ફેરફારો અમલમાં આવી ગયા છે. જેની યાદી લાંબી છે. આ ફેરફારોની સીધી અસર તમારા અને અમારા નાણાકીય સ્વાસ્થ્ય પર પડશે અને તમારા ખિસ્સા ઢીલા કરશે. આ સિવાય 2023-24ના સામાન્ય બજેટમાં પણ ઘણી નવી જાહેરાતો કરવામાં આવી છે, જે આજથી લાગુ થવા જઈ રહી છે. વળી, સોનાની ખરીદી, મ્યુચ્યુઅલ ફંડ, રીટ-ઇન્વિટ, જીવન વીમા પોલિસીના પ્રીમિયમ ચુકવણી સાથે સંબંધિત ઘણા નિયમો પણ બદલાઈ રહ્યા છે. આવો જાણીએ જરૂરી ફેરફારો વિશે.

હવે 7 લાખ સુધીની કમાણી સુધી ટેક્સ માફ

જો તમે આગામી નાણાંકીય વર્ષથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જૂની અથવા નવી ટેક્સ સિસ્ટમ પસંદ નહી કરો તો નવી સિસ્ટમમાં ડિફોલ્ટમાં સામેલ થઇ જશે. તેને નાણામંત્રી દ્વારા 2023-24ના બજેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. નવી ટેક્સ સિસ્ટમમાં મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. જૂની કર વ્યવસ્થામાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. નોંધનીય છે કે જૂની ટેક્સ સિસ્ટમની જેમ નવી ટેક્સ સિસ્ટમમાં પણ તમને અનેક પ્રકારનાં મુક્તિનો લાભ નહીં મળે. જો તમે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો, તો તમારે 7.27 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 25,000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ વાંચો : કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો : વર્ષે રૂ.12,815 કરોડનો નાણાકીય બોજ વધશે

સ્ટાન્ડર્ડ ડિડક્શન: રૂ. 50,000નો લાભ મેળવી શકશો

પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન હવે નવી ટેક્સ સિસ્ટમનો ભાગ હશે. આ માટે, ટેક્સ ભરનારે રૂ. 50,000 સુધીનો દાવો કરી શકે છે, જ્યારે રૂ. 15.5 લાખ કે તેથી વધુની આવક ધરાવનાર દરેક પગારદારને સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે રૂ. 52,500નો લાભ થાય છે. નવા નાણાકીય વર્ષથી, બિન-સરકારી કર્મચારીઓ માટે રોકડ રકમ છોડો (leave encashment)ની મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. અગાઉ તે માત્ર ૩ લાખ હતી. 2002માં તેને 3 લાખ કરવામાં આવી હતી.

મહિલા સન્માન બચત યોજના પર 7.50 ટકા વ્યાજ મળશે

મહિલા સન્માન બચત યોજના પ્રથમ વખત શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત મહિલાઓ અથવા યુવતીઓના નામે વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તેના પર 7.50 ટકાના દરે નિશ્ચિત વ્યાજ આપવામાં આવશે. 2023-24ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલી આ યોજના માત્ર 2 વર્ષ માટે હશે. એટલે કે મહિલા સન્માન બચત યોજના માર્ચ 2025 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન રૂ. 2 લાખના રોકાણ પર કુલ રૂ. 30,000નું વ્યાજ મળશે. તેમાં આંશિક ઉપાડની સુવિધા પણ છે.

આ પણ વાંચો : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની વર્ષ 2021-22માં 56 ટકા ખોટ વધી !

સિનિયર સિટીઝન માટે બચત યોજનામાં બમણું રોકાણ

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) અને પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS)માં બમણું રોકાણ થઇ જશે. SCSSમાં વાર્ષિક 15 લાખની મર્યાદા હવે 30 લાખ થઇ જશે. એટલે કે, જો કોઈએ અગાઉ તેમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો તેને 5 વર્ષમાં 8 ટકા વ્યાજ દરે 6 લાખ રૂપિયાનું વ્યાજ મળતું હતું.

30 લાખની મહત્તમ રોકાણ મર્યાદા પર 12 લાખ રૂપિયાનું વ્યાજ મળશે

અગાઉ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમમાં વ્યક્તિગત રોકાણની મર્યાદા 4.5 લાખ રૂપિયા હતી, જે હવે વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી છે. સંયુક્ત ખાતા માટે – આ રોકાણ મર્યાદા રૂ. 9 લાખથી વધારીને રૂ. 15 લાખ કરવામાં આવી છે.

આ પણ વાંચો : રામનવમી પર ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર રિલીઝ, પોસ્ટરમાં રામ દરબારમાં છે આ સુપર સ્ટાર

ઓનલાઈન ગેમિંગ પર 30% ટેક્સ

ઓનલાઈન ગેમિંગથી ગમે તેટલી કમાણી થાય પરંતુ હવે 30 ટકા ટેક્સ ભરવો પડશે. અગાઉ 10,000 રૂપિયા કે તેથી વધુની આવક પર જ ટેક્સ લાગતો હતો. આ સિવાય ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે હવે ઓનલાઈન ગેમિંગ દ્વારા મળેલી રકમની માહિતી પણ આપવી પડશે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડ, LTCG લાભ નહી મળે

1 એપ્રિલથી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના નિયમો બદલાશે. આ અંતર્ગત હવે લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ (LTCG)ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. નવા નિયમો એવા ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર લાગુ થશે જેમણે શેરબજારમાં 35 ટકાથી ઓછું રોકાણ કર્યું છે. આ અંતર્ગત રોકાણ પરના વળતર પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ(LTCG) વસૂલવામાં આવશે. આના કારણે રોકાણકારોએ પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ વાંચો : 2 વર્ષથી બંધ પડેલી સી પ્લેન સેવાઓ પાછળ ગુજરાત સરકારે આટલા કરોડ ખર્ચ્યા !

REIT-INVIT માં લોનની ચુકવણી પર ટેક્સ વસૂલવામાં આવશે

REIT-INVIT એટલે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs), નવા નિયમ હેઠળ, જો લોન REIT અને InvITમાં ચૂકવવામાં આવે છે, તો તેના પર ટેક્સ લાગશે. આ અંતર્ગત કંપનીઓ યુનિટ ધારકોને લોનની પુન:ચુકવણીના રૂપમાં રકમ આપે છે. REIT એ એક એવી યોજના છે જે રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરે છે અને તેનું રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. તેવી જ રીતે, InvIT એક સ્કીમ છે જેના હેઠળ કંપનીઓ નાણાં એકત્ર કરીને ઇન્ફ્રામાં રોકાણ કરે છે.

કાર મોંઘી થશે

દેશમાં 1 એપ્રિલથી નવા ઉત્સર્જન ધોરણો લાગુ કરવામાં આવશે. આ સાથે, વાહન ઉત્પાદકોએ BS-VI ના બીજા તબક્કાના કડક ઉત્સર્જન ધોરણો અનુસાર વાહનો બનાવવા અથવા જૂના વાહનોના એન્જિનને અપડેટ કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. જેના કારણે મારુતિ, ટાટા મોટર્સ, હોન્ડા, કિયા અને હીરો મોટોકોર્પ સહિત ઘણી કંપનીઓ વાહનોના ભાવ વધારશે.

આ પણ વાંચો : અમદાવાદના કલેક્ટર સહિત રાજ્યના 109 IAS અધિકારીઓની બદલી, 10 IAS ને અપાયું પ્રમોશન

અલ્ટો સહિત ઘણી કાર બંધ થઈ શકે છે

પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનને રોકવા માટે સરકાર નવા નિયમો લાવી રહી છે. રિયલ ટાઈમ ડ્રાઈવિંગ એમિશન (RDE) અને BS-VI નો બીજો તબક્કો 1 એપ્રિલથી લાગુ થઇ જશે. નવા નિયમોનું પાલન નહીં કરનારા વાહનોનું વેચાણ કરવામાં આવશે નહીં. આ કારણે મારુતિ અલ્ટો, હોન્ડા કાર્સ ડબલ્યુઆરવી અને હ્યુન્ડાઈ આઈ20 ડીઝલ સહિત અનેક કારનું વેચાણ બંધ થઈ શકે છે.

ટોલ ટેક્સ 7 ટકા સુધી મોંઘો

દેશમાં ટોલ ટેક્સ મોંઘો થશે. યુપીમાં તે 7% મોંઘું થશે. નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર વધારાના દર સાથે ટોલ વસૂલવામાં આવશે. આ વધારો એકલ મુસાફરીથી લઈને માસિક પાસ સુધી લાગુ થશે.

આ પણ વાંચો : હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે અગત્યનું, ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

જંક પોલિસી : 15 વર્ષ જૂના વાહનો દૂર કરવામાં આવશે

વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા અને વાહનોની ઈંધણ કાર્યક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી વ્હીકલ જંક પોલિસી લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત દેશમાં 15 વર્ષ જૂના વાહનોને જંકમાં મોકલવાની તૈયારી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કયા વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. સ્ક્રેપ માટે મોકલવામાં આવેલા વાહનોને રિસાયકલ કરવામાં આવશે. આમાંથી મેટલ, રબર, ગ્લાસ વગેરે પ્રાપ્ત થશે, જેનો ફરીથી વાહનો બનાવવામાં ઉપયોગ કરી શકાશે. આ નીતિ હેઠળ, જો કોઈ વ્યક્તિ તેના વાહનોને સ્ક્રેપમાં મોકલે છે અને તેના સ્થાને નવું વાહન ખરીદે છે, તો તે નવા વાહન પર 25 ટકા સુધી રોડ ટેક્સમાં છૂટ મળશે.

પેટ્રોલ-ડીઝલ

1 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલ અને ગેસના નવા ભાવ જાહેર થશે. એવામાં આશા રાખવામાં આવે છે કે તેમાં કોઈ વધારો અથવા કોઈ ફેરફાર ન થાય. જો કે ગયા મહિને ઘરેલુ ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ડૂબતી બેંક, ચળકતું સોનું, જાણો છેલ્લા 17 વર્ષમાં સોનામાં 6 ગણો વધારો કેવી રીતે થયો

જીવન વીમા પૉલિસી પર વધુ ટેક્સ

1 એપ્રિલથી, 5 લાખ રૂપિયાથી વધુના વાર્ષિક પ્રીમિયમની પરંપરાગત જીવન વીમા પૉલિસીથી થતી આવક પર ટેક્સ ભરવો પડશે. જો કે, આનાથી ULIP (યુનિટ લિંક્ડ પ્લાન ઈન્સ્યોરન્સ) પ્લાન પર કોઈ અસર થશે નહીં. આવી સ્થિતિમાં, આ ફેરફારની અસર વધુ પ્રીમિયમ ચૂકવનારા પોલિસીધારક પર પડશે.

સોનાની ખરીદી પર 6 અંકનો હોલમાર્ક

કન્ઝ્યુમર મિનિસ્ટ્રી 1 એપ્રિલથી ગોલ્ડ જ્વેલરીના વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કરી રહી છે. નવા નિયમ મુજબ, 31 માર્ચ, 2023 પછી, 4-અંકના હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) વાળા ઘરેણાં વેચવામાં આવશે નહીં. 1 એપ્રિલ, 2023 થી, માત્ર 6 અંકો સાથે હોલમાર્કવાળી જ્વેલરી જ વેચવામાં આવશે. જેનાથી જ્વેલરીની શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી મળશે. આનાથી તમામ માહિતી ભેગી કરવામાં સરળતા રહેશે.

ભૌતિક સોનાને ઈ-ગોલ્ડમાં રૂપાંતરિત કરવા પર કોઈ ટેક્સ નહીં

ઇલેક્ટ્રોનિક સોનાની ખરીદીને પ્રોત્સાહિત કરવાના કરવા માટે હવે ભૌતિક સોનામાંથી ઇ-ગોલ્ડમાં રૂપાંતર કરવા પર કોઈ કેપિટલ ગેન ટેક્સ લાગશે નહીં. એટલે કે હવે રોકાણકારો જ્વેલરી વેચીને ઈ-ગોલ્ડમાં રોકાણ કરી શકશે. ઈ-ગોલ્ડમાંથી ફિઝિકલ ગોલ્ડમાં રૂપાંતર પર પણ કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે નહીં. અત્યાર સુધી સોનાની ખરીદીના ૩ વર્ષ પછી એના પર 20 ટકા ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેન્સ પર 4 ટકા સેસ લાગતો હતો. બજેટમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી ભૌતિક સોનાને ઈ-ગોલ્ડમાં રૂપાંતરને પ્રોત્સાહન મળશે.

Back to top button