- દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ધટાડો કરાયો
- 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 92 રુપિયા
- ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
આજે, 1 એપ્રિલ, 2023 થી, નવું નાણાકીય વર્ષ એટલે કે 2023-24 શરૂ થયું છે અને આ નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે, લોકોને એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે.
આ પણ વાંચો : ચાનો સ્વાદ બનશે કડવો ! અમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો
આજે, 1 એપ્રિલ, 2023 થી, નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં, તમને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થવાના સારા સમાચાર સાંભળવા મળ્યા છે. વાસ્તવમાં, પેટ્રોલિયમ કંપનીઓ દર નવા મહિનાની પહેલી તારીખે એલપીજી, એટીએફ, કેરોસીન તેલ વગેરેની કિંમતોની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફાર કરે છે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
પેટ્રોલિયમ કંપનીઓએ આજે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે અને આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે 92 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ આ તમામ શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તે સસ્તા થઈ ગયા છે.
તમારા શહેરમાં એલપીજીના નવા ભાવ જાણો
- દિલ્હી – 2028.00
- કોલકાતા – 2132.00
- મુંબઈ – 1980.00
- ચેન્નાઈ – 2192.50
તમારા શહેરમાં એલપીજીની જૂની કિંમત જાણો
- દિલ્હી – 2119.50
- કોલકાતા 2221.50
- મુંબઈ 2071.50
- ચેન્નાઈ 2268.00
ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પહેલાની જેમ જ કિંમતો પર સ્થિર છે. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. ગયા મહિને 14.2 કિલોના ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘા થયા હતા અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર 350 રૂપિયા મોંઘા થયા હતા.
આ પણ વાંચો : આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ઈ-રીટ સેવા લાગુ, વકીલોને ઓર્ડરની નકલ ઈ-મેલ પર મળશે
જાણો LPGની કિંમતમાં કેટલો ઘટાડો થયો છે
આજથી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 91.5 રૂપિયાથી 2028 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ થશે. જ્યારે કોલકાતામાં LPG સિલિન્ડર 89.5 રૂપિયા સસ્તું થતાં 2132 રૂપિયામાં મળશે. બીજી તરફ, આર્થિક રાજધાની મુંબઈમાં એલપીજી સિલિન્ડર 91.50 રૂપિયા સસ્તું થશે અને 1980 રૂપિયામાં મળશે, એટલે કે તેની કિંમત 2000 રૂપિયાથી નીચે આવી ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડર 75.5 રૂપિયા સસ્તું થશે અને 2192.50 રૂપિયામાં મળશે.