ગુજરાતટોપ ન્યૂઝ

ચાનો સ્વાદ બનશે કડવો ! અમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો

Text To Speech
  • 6 મહિનામાં સતત બીજીવાર ભાવ વધારો
  • 1લી એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં નવા ભાવ લાગુ પડશે
  • દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી ભાવમાં વધારો કરાયો

આજથી તમારી ચા સ્વાદ બનશે કડવી, અમુલ ડેરીએ માર્કેટમાં વેચાતા દૂધના પાઉચના ભાવમાં વધારો ઝીંક્યો છે. આ નવા ભાવ વધારાના પરિણામે દુધની થેલી અને અલગ અલગ બ્રાન્ડના ભાવમાં ફરક આવ્યો છે.

આ પણ વાંચો : IPL 2023 GT vs CSK : ગુજરાતની વિજયી શરૂઆત, ધોનીના ધુરંધરોને 5 વિકેટે હરાવ્યા

શાકભાજી, ખાદ્ય તેલ બાદ હવે અમૂલ બ્રાન્ડના દૂધની વિવિધ વેરાઈટીઓમાં પ્રતિલિટરે 2 રુપીયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલે 6 મહિનામાં આ બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની દરેક બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રુપિયાનો વધરો કરાયો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભરુચ, સૌરાષ્ટ્ર. કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં 1લી એપ્રિલેથી ભાવ વધારો લાગુ થશે.

બ્રાન્ડ

જૂનો ભાવ  (રૂ. / 500 મિલી) નવો ભાવ (રૂ. / 500 મિલી)

અમૂલ ગોલ્ડ

31

32

અમૂલ શક્તિ

28

29

અમૂલ બફેલો

32

34

અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ 22

23

અમૂલ ટી સ્પેશિયલ

29

30

અમૂલ તાજા

25

26

અમૂલ કાઉ મિલ્ક 26

27

અમૂલ ચા મઝા 25

26

એટુ કાઉ મિલ્ક 31

32

એક તરફ પેટ્રોલ, ગેસ, શાકભાજી, ખાદ્યતેલના ભાવો આસમાને છે. ત્યારે દૂધના ભાવોમાં વધારાને લઈને ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. ભાવ વધારા અંગે ફેડરશને કહ્યું હતું કે દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો, પશુઆહારના રો-મટીરિયલ મોંધુ થતા તેમજ ઇંધણના ભાવવધારાને કારણે પરિવહન મોધું બનતા આ ભાવ વધારો કરાયો છે

Back to top button