CM અશોક ગેહલોતનું મોટુ નિવેદન ‘અમૃતપાલ સિંહમાં ખાલિસ્તાનની માંગ કરવાની હિમ્મત’
ભારતમાં ફરી એકવાર હિન્દુ રાષ્ટ્ર બનવાની માંગ ઉઠવા લાગી છે. અનેક નેતાઓની સાથે બાબાઓ અને મુનિઓએ પણ આ માંગણી કરી છે. હવે અશોક ગેહલોતે આ મુદ્દે પીએમ મોદી અને સંઘ પ્રમુખ મોહન ભાગવત પર પ્રહારો કર્યા છે. મોટુ નિવેદન આપતા સીએમ ગેહલોતે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી અને મોહન ભાગવત હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે, તેથી જ અમૃતપાલ સિંહ જેવા લોકોમાં ખાલિસ્તાનની માંગ કરવાની હિમ્મત છે.
સીએમ અશોક ગેહલોતનો પીએમ મોદી પર પ્રહાર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જનતાને સંબોધતા કહ્યું, ‘હવે ખાલિસ્તાનમાંથી એક નવો માણસ આવ્યો છે, ખબર નથી તેનું નામ શું છે. તેનું કહેવું છે કે જો પીએમ મોદી અને મોહન ભાગવત હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તો હું ખાલિસ્તાનની વાત કેમ ન કરી શકું?
મુખ્યમંત્રી અશોક ગેહલોતે આરોપ લગાવ્યો કે ‘તમે હિંદુ રાષ્ટ્રની વાત કેવી રીતે કરી શકો? ધર્મના નામે લોકોને ખુશ કરવા આસાન છે. તેના કારણે અમૃતપાલ સિંહ જેવા લોકોને હિમ્મત મળી કે તેઓ ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે. આ માંગણીઓ ઈન્દિરા ગાંધીના સમયે પણ ઉઠાવવામાં આવી હતી, તેમણે ખાલિસ્તાન બનાવવાની મંજૂરી આપી ન હતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોત ભરતપુર વિભાગના કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ધર્મના આધારે નવા રાષ્ટ્રનું નિર્માણ ન થઈ શકે. જેમ મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે, તેવી જ રીતે અમૃતપાલે કહ્યું કે ખાલિસ્તાનની વાત કેમ નથી કરતા.
‘સોનિયા ગાંધી મને મુખ્યમંત્રી કેમ બનાવશે?’
અશોક ગેહલોતનું કહેવું છે કે લોકો કોઈપણ મુદ્દે વિભાજિત થઈ શકે છે, પરંતુ તેમને જોડવાનું મુશ્કેલ કામ છે. આ સાથે જ રાજસ્થાનમાં રહેતા તમામ સમુદાયના નામ લેતા અશોક ગેહલોતે કહ્યું કે તમે બધા મને મુખ્યમંત્રી તરીકે પસંદ કરો. જો રાજસ્થાનની તમામ જાતિ અને ધર્મો મારી સાથે ન હોત તો સોનિયા ગાંધી મને મુખ્યમંત્રી કેમ બનાવત?