ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હાવડામાં કલમ 144 લાગુ, 48ની ધરપકડ; અમિત શાહે રાજ્યપાલને ફોન કર્યો

Text To Speech

રામનવમીના અવસર પર દેશના ઘણા ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી. બંગાળના હાવડા, ગુજરાતના વડોદરા, બિહારના સાસારામ, ઉત્તર પ્રદેશના લખનૌમાં હિંસા થઈ હતી. આ સ્થળોએ રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આગચંપી પણ થઈ હતી. હાવડામાં સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ હતી. કેટલાક લોકોએ વાહનોને આગ ચાંપી દીધી હતી. હાવડા હિંસા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 48 લોકોની ધરપકડ કરી છે.આરોપીઓ સામે આગચંપી અને હિંસા સહિત અન્ય કલમો દાખલ કરવામાં આવી છે.

અમિત શાહે હાવડા હિંસા પર રાજ્યપાલ સાથે વાત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરી અને હાવડામાં હિંસા અંગેની સ્થિતિનો તાગ મેળવ્યો.

ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફોન કરીને રાજ્ય અને હાવડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. તેમણે પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

શુભેન્દુ અધિકારીએ કહ્યું કે કાઝીપાડા વિસ્તારના તમામ હિંદુઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું. તેમની અપીલ છે કે વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવે. તેણે પોલીસ પર કામ ન કરવાનો આરોપ લગાવ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મઝુમદારને ફોન કર્યો. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની માહિતી લીધી. સુકાંતે તેને પરિસ્થિતિ વિશે જાણ કરી.

Back to top button