માં લક્ષ્મીની સાથે ઘરમાં રાખો આ દેવતાની મુર્તિઃ ધન અને વૈભવ મળશે
- ઘરમાં વાસ્તુ દોષ હોય વ્યક્તિએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે
- સફળ કરિયર અને આર્થિક સંપન્નતા માટે વાસ્તુની દિશાઓનો ખ્યાલ રાખો
- ઘરની ઉત્તર દિશામાં કાચનો કટોરો રાખવો જોઇએ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર આર્થિક પ્રગતિનો સીધો સંબંધ ઘરની પુર્વ દિશા અને ઇશાન ખુણા સાથે હોય છે. વાસ્તુ એક્સપર્ટ્સ મુજબ આ દિશાઓમાં વાસ્તુ દોષ હોવાથી વ્યક્તિએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે સાથે આ દિશાઓના ખોટા ઉપયોગથી વ્યક્તિને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સફળ કરિયર અને આર્થિક સંપન્નતા માટે આ દિશાઓનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણવા જેવું છે.
કાચનો કટોરો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં કાચનો કટોરો રાખવો જોઇએ અને સાથે સાથે આ કટોરીમાં એક ચાંદીનો સિક્કો પણ રાખવો જોઇએ. આમ કરવાથી ઘર પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે.
વાદળી રંગનું પિરામીડ
ઘરની ઉત્તર દિશામાં વાદળી રંગનું પિરામિડ રાખવાનું શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં ધનની કમી થતી નથી.
તુલસી અને આંબળા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઇએ. આ ઉપરાંત આંબળાનું ઝાડ પણ લગાવવું જોઇએ. આંબળાનું ઝાડ લગાવવુ લાભદાયક ગણાય છે. તે પરિવારને આર્થિરક રીતે સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે.
ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મુર્તિ
વાસ્તુ અનુસાર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મુર્તિને ઘરની ઉત્તર પુર્વ દિશામાં રાખવી જોઇએ. સાથે સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મુર્તિ સામે રોજ દીવો કરવો જોઇએ. આમ કરવાથી ઘરમાં ધનની કમી આવતી નથી.
ઉત્તર દિશામાં તિજોરી
વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર દિશાના સ્વામી કુબેર છે. જેને ધનના દેવતાના રૂપમાં ઓળખવામાં આવે છે. ઘરની આ દિશામાં તિજોરી રાખવી જોઇએ. આમ કરવાથી ઘરમાં ધનની કમી આવતી નથી.
આ પણ વાંચોઃ એપ્રિલમાં મોટા ગ્રહો બદલશે ચાલઃ જાણો તમારી પર શું અસર થશે?