કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સની સરહદે આવેલા વિસ્તારમાં ગુરુવારે છ અજાણ્યા માણસોના મૃતદેહ મળી આવ્યા હતા. કેનેડિયન મીડિયા અનુસાર સેન્ટ લોરેન્સ નદીમાંથી આ મૃતદેહો મળી આવ્યા હતા. એક પ્રકાશનમાં, અકવેસ્ને મોહૌક પોલીસે જણાવ્યું હતું કે પ્રથમ મૃતદેહ ક્વિબેક પ્રાંતના ત્સી સ્નેહને (સાન્યે) અકવેસ્નેમાં સ્થાનિક સમયાનુસાર સાંજે 5 વાગ્યાની આસપાસ એક ભેજવાળા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસ મરીન યુનિટે કોસ્ટ ગાર્ડ અને હોગન્સબર્ગ અકવેસ્ને ફાયર વિભાગની સહાયથી વિસ્તારમાં શોધ ચાલુ રાખી હતી. પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજી ટેસ્ટના પરિણામો આવ્યા બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે, એમ રિલીઝમાં જણાવાયું છે. પોલીસ હાલમાં મૃતકની ઓળખ અને કેનેડામાં તેમના ઠેકાણા શોધવાનો પ્રયાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં આ જ વિસ્તારમાં બર્ફીલા સેન્ટ રેગિસ નદીમાંથી છ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ માહિતી સેન્ટ રેજીસ મોહૌક આદિજાતિ પોલીસ વિભાગને પ્રસારિત કરવામાં આવી હતી. બચાવી લેવામાં આવેલા અને પકડાયેલા છ લોકોને ભારતના નાગરિક તરીકે ઓળખવામાં આવ્યા હતા, જે તમામની ઉંમર 19 થી 21 વર્ષની વચ્ચે હતી. કેનેડિયન મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ક્રોસિંગનો પ્રયાસ કરવાના એક અઠવાડિયા પહેલા આ લોકો દેશમાં હતા અને આ તમામ લોકો ગુજરાતના રહેવાસી હતા.
આ પણ વાંચો : જુનિયર ક્લાર્કના કોલ લેટર આજથી ડાઉનલોડ કરી શકાશે, ઉમેદવારોને સરકાર આપશે ટ્રાવેલ એલાઉંસ !
આ ઘટના ત્રણ મહિના પહેલા બની હતી જ્યારે યુ.એસ.ની સરહદ નજીક મેનિટોબા પ્રાંતમાં ભારે ઠંડીમાં ગુજરાત પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. 19 જાન્યુઆરીએ સર્જાયેલી આ દુર્ઘટનામાં 39 વર્ષીય જગદીશકુમાર બલદેવભાઈ પટેલ, તેમની પત્ની વૈશાલીબેન જગદીશકુમાર પટેલ (37), તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી જગદીશકુમાર પટેલ અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિક જગદીશકુમારના જીવ ગયા હતા. લોકલ મીડિયા રેપોર્ટ્સ અનુસાર તેઓ ગેરકાયદેસર રીતે કેનેડાથી યુએસ બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.