આજે કામદા એકાદશીઃ શુભ મુહુર્તમાં કરી લો પૂજા, મળશે સારુ ફળ
- કામદા એકાદશી ચૈત્ર મહિનામાં આવે છે.
- આ એકાદશી કરનારના તમામ પાપ દુર થાય છે
- એકાદશી વ્રત કરવાથી રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળે છે.
કામદા એકાદશી ચૈત્ર સુદ અગિયારશના દિવસે આવે છે. કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને અનેક પાપમાંથી મુક્તિ મળે છે. પદ્મ પુરાણ અનુસાર કામદા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને મોટામાં મોટા પાપમાંથી પણ મુક્તિ મળે છે. આ વ્રત કરવાથી રાક્ષસ યોનિમાંથી પણ મુક્ત થઇ જવાય જાય છે અને અનેક કામમાં સફળતા મળે છે. આ એકાદશી કરવાથી વ્યક્તિને વાજપેય નામના યજ્ઞનું પુણ્ય મળે છે.
કામદા એકાદશીનું મહત્ત્વ
હિન્દુ કેલેન્ડર અનુસાર કામદા એકાદશીનું વ્રત ચૈત્ર મહિનાની સુદ એકાદશીએ રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. તેથી કામદા એકાદશીનું વ્રત સંપુર્ણ શ્રદ્ધા સાથે કરવુ જોઇએ.
કામદા એકાદશીના મુહુર્ત
એકાદશી 31 માર્ચે રાતે 1.58 મિનિટથી શરૂ થશે અને 1એપ્રિલની રાતે 4.48 મિનિટે ખતમ થશે. તેથી કામદા એકાદશીનું વ્રત 1 એપ્રિલના રોજ રાખવામાં આવશે. આ દિવસે જ પૂજન વિધિ કરાશે.
કામદા એકાદશી વ્રતની પૂજન વિધિ
કામદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા ધારણ કરો. ત્યારબાદ પૂજા સ્થળ પર જાઓ અને લાલ કપડુ બિછાવીને ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો. ત્યારબાદ એક લોટામાં જળ નાખીને તેમાં તલ, કુમકુમ અને અખંડ અક્ષત લઇને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુને ફળ, ફુલ, દુધ, પંચામૃત અને તલ અર્પણ કરો, ત્યારબાદ ઘીનો દીવો કરો અને ભગવાન વિષ્ણુનુ સ્મરણ કરતા વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ કામદા એકાદશીના વ્રતની કથા જરૂર વાંચો. પૂજા પાઠ બાદ બ્રાહ્મણ કે કોઇ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો.
આ પણ વાંચોઃ અર્જુન કપૂર અને મલાઇકા વચ્ચે હવે ત્રીજુ કોણ આવ્યુ? આ સિંગર સાથે વધી નિકટતા?