દેશભરમાં કોરોના કેસની સંખ્યમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે ગુરૂવારે તાત્કાલિક મીટિંગો લેવાની શરૂઆત થઈ છે. જેના પગલે સ્વાસ્થ્ય સેવાનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ તરફ વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન લાગુ કરવામાં આવશે.
જેના અનુસાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ જેઓ ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા પ્રવાસીઓ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. આ દેશના મુસાફરો એ એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-19 સામે આરોગ્યતંત્રની સજ્જતાની સમીક્ષા કરી, આપી મહત્વની સૂચના
આ અંગેની તમામ માહિતી રાજ્યના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જેની સાથે જ રેન્ડમ ટેસ્ટિંગની પ્રક્રિયા પણ ઝડપથી લાગુ કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે.
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના રાજ્યમાં વધુ 381 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 120 કેસ નોંધાયા છે. જો કે આજે કચ્છમાં કોરોનાથી 1 મોત થયાનું જાણવા મળ્યું છે. તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધી રહ્યું છે ત્યારે લોકોએ હવે સાવચેતીના ભાગરૂપે સતર્ક રહેવું પડશે નહીંતર બીજા વેવ જેવી પરિસ્થિતિ ઉદભવે તો નવાઈ નહીં.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી 10 અને 11 એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે.આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ , માનવ બલ વગેરે ની સજ્જતા ચકાસણી કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના 381 કેસ નોંધાયા, કચ્છમાં ફરી 1 મોત થયું
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી.તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં વહેલા નિદાન અને સારવારને પરિણામે હોસ્પિટલાઈઝેશન એટલે કે દાખલ કરવા પડે એવા દર્દીઓનું પ્રમાણ 3 % કરતાં ઓછું છે અને મૃત્યુદર પણ નહિવત છે.