ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જવાની મજા ડબલ થઇ જશે

Text To Speech
  • રિવરફ્રન્ટ પર કાયાકિંગ બોટનું આજે લોકાર્પણ થશે
  • સિંગલ અથવા ડબલ વ્યક્તિ સવારી કરી શકશે
  • કાયાકિંગ રાઈડની ટિકિટ રૂ.300 નક્કી કરાઈ

અમદાવાદમાં આજથી રિવરફ્રન્ટ પર નવું નજરાણું શરૂ થવા જઇ રહ્યું છે. જેમાં સાબરમતી નદિમાં બોટમાં કાયાકિંગ કરી શકાશે. ત્યારે રિવરફ્રન્ટ પર કાયાકિંગ બોટનું આજે લોકાર્પણ થશે. જેમાં કેળા આકારની બોટમાં કાયાકિંગ કરી શકાશે. તથા સિંગલ અથવા ડબલ વ્યક્તિ સવારી કરી શકશે.

આ પણ વાંચો: ગુજરાતમાં જેલની સુરક્ષા વધુ મજબૂત કરવા હર્ષ સંઘવીએ લીધો મોટો નિર્ણય 

કાયાકિંગ રાઈડની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળશે

આજથી રિવરફ્રન્ટ પર કેળા આકારની બોટમાં કાયાકિંગ કરી શકાશે. જેમાં સિંગલ અથવા ડબલ વ્યક્તિ સવારી કરી શકશે. તથા કાયાકિંગ રાઈડની ટિકિટ રૂ.300 નક્કી કરાઈ છે. કાયાકિંગ રાઇડનો સમય સવારના 6થી સાંજના 6નો રાખવામાં આવ્યો છે. તથા કાયાકિંગ રાઈડની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળશે.

આ પણ વાંચો: વડોદરામાં ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચમાં યુવાને 49.34 લાખ ગુમાવ્યા 

રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝ પણ ટૂંક સમયમાં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝ પણ ટૂંક સમયમાં જોવા મળશે. જેમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રારંભ થશે. લોકો અહીં મ્યુઝિક સહિત અનેક પ્રકારે મજા માણી શકશે. હાલ તમામ અલગ ભાગ એકત્ર કરી રેસ્ટોરન્ટ ક્રૂઝ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે.

Back to top button