વડોદરામાં ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચમાં યુવાને 49.34 લાખ ગુમાવ્યા
- ટેલીગ્રામ ઉપર અજાણી વ્યક્તિનો મને મેસેજ આવ્યો
- રૂ.49,34,880ની સામે રૂ. 80,52,682ના વળતરની લાલચ
- સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો
ઓનલાઈન રેટિંગ જોબની લાલચે યુવાન સાથે 49.34 લાખની ઠગાઈ થઇ છે. જેમાં ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચમાં આવશો નહીં. તેમજ યુવાનને 49 લાખની સામે 80 લાખના વળતરની લાલચ આપી હતી. તથા સ્ક્રીનશોટને કારણે વેબસાઈટ પર વિશ્વાસ બેઠો હતો. સોશિયલ મીડિયા ઉપર ઓનલાઈન રેટિંગની જોબ આપવાનું કહીને કન્સ્ટ્રક્શન સુપરવાઈઝર સાથે રૂ. 49.34 લાખની ઠગાઈ કરતા સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ પણ વાંચો: ભારતમાં સૌર અને પવન ઊર્જા મામલે ગુજરાત બીજા સ્થાને આવ્યું
ટેલીગ્રામ ઉપર અજાણી વ્યક્તિનો મને મેસેજ આવ્યો
શહેરના આજવા રોડ ઉપર સૂર્યાદીપ રેસિડન્સીમાં રહેતા પ્રતિકભાઈ પંકજભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, 8 ડિસેમ્બરના રોજ મારા સોશિયલ મીડિયાના ટેલીગ્રામ ઉપર અજાણી વ્યક્તિનો મને મેસેજ આવ્યો હતો, જેની ટેલીગ્રામ આઈડી @Shivani12-907 પરથી શીવાની તરીકેની ઓળખ આપી હતી. જેમાં તેણે મને વેબસાઈટ ઉપર કેવી રીતે કામ કરવું તે બાબતે સમજાવ્યું હતું. જેથી મારે કામ કરવા માટે યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કર્યો હતો. જેમાં મને ટેલીગ્રામના ગ્રૂપમાં એડ કર્યો હતો. જે ગ્રૂપમાં @ Shivani12-097, @manish12168(group owner), @manishat12, @Ani3528, @ Vparthasarathi(group admin), @himansuku, @raghu1415 હતા, જે તમામ વ્યક્તિઓ ગ્રૂપમાં તેમને કરેલા ટાસ્કના વળતરમાં જે રૂપિયા મળે છે તેના સ્ક્રિનશોટ શેર કરતા મને આ વેબસાઈટ ઉપર વિશ્વાસ આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં જેલની સુરક્ષા વધુ મજબૂત કરવા હર્ષ સંઘવીએ લીધો મોટો નિર્ણય
રૂ.49,34,880ની સામે રૂ. 80,52,682ના વળતરની લાલચ
ત્યારબાદ 11 ડિસેમ્બરે ટ્રાયલ માટે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પેકેજનું રેટીંગ કરતા મારા બેંક એકાઉન્ટમાં રૂ.800 જમા થયા હતા. ઉપરાંત વધુ કામ કરવા માટે મારે પહેલા રૂ. 10,000 ડિપોઝીટ કરાવવા પડશે. અને પ્રિ પેમેન્ટ ટાસ્ક જેમા અમારે પહેલા રૂપિયા ભરવાના અને તેનું રોકાણ કરતા અમોને વળતર મળશે અને 30 ટાસ્ક પૂરા કરવા બદલ સારૂ વળતર મળશે તેવું અમને જણાવ્યું હતું. જેથી વિવિધ બેન્ક એકાઉન્ટમાં મળીને કુલ રૂ. 49,34,880ની સામે રૂ. 80,52,682નું વળતર બતાવતા મે તે રૂપિયા વિડ્રોલ કરવા જતા મને ગ્રૂપમાંથી રિમૂવ કરીને બ્લોક કરી દીધો હતો. જેથી સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઈમ પોલીસ મથકે કરતા પોલીસે વિવિધ ટેલીગ્રામ આઈડી અને વિવિધ બેન્ક એકાઉન્ટના ધારકો વિરૂદ્ધ આઈ.પી.સી. 406,420,120બી તથા 66-ડી હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.