- દરિયાઈ મોજાથી ઊર્જા ઉત્પન્ન કરવામાં ગુજરાત અવ્વલ
- રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં સતત પ્રગતિ
- સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતામાં ટોચના 5 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન
ગુજરાત સૌર અને પવન ઊર્જા ક્ષમતામાં દેશમાં બીજા સ્થાને આવ્યું છે. જેમાં કુલ 8,887.72 મેગાવોટ સૌર ઊર્જા અને 9,925.72 મેગાવોટ પવન ઊર્જા ક્ષમતા છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી અને પાવર મંત્રીનો જવાબ છે. રિન્યૂએબલ એનર્જીના ઉત્પાદનના વિકાસ અને સુવિધા માટે સતત નીતિઓ લાવી રહ્યું છે.
રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર
કુલ 8,887.72 મેગાવોટ (MW) સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા અને 9,925.72 મેગાવોટ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા સાથે 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. કેન્દ્રીય ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી એન્ડ પાવર મંત્રી આર.કે. સિંહ દ્વારા આ માહિતી રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા આપી હતી.
સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન
મંત્રીના નિવેદન અનુસાર સૌથી વધુ સ્થાપિત સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યો રાજસ્થાન (16,405.75 MW), ગુજરાત (8,887.72 MW), કર્ણાટક (8,110.48 MW), તમિલનાડુ (6,536.77 MW) અને તેલંગાણા (4,657.18 MW) છે. નિવેદન અનુસાર, મહત્તમ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં તામિલનાડુ (9,983.12 MW), ગુજરાત (9,925.72 MW), કર્ણાટક (5,276.05 MW), મહારાષ્ટ્ર (5,012.83 MW) અને રાજસ્થાન (4,681.82 MW) છે.
દરિયાઈ મોજાથી ઊર્જા ઉત્પન્ન કરવામાં ગુજરાત અવ્વલ
નથવાણી રિન્યૂએબલ એનર્જીના ઇન્સ્ટોલેશન તેમજ ઉત્પાદન માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનો તેમજ આ પ્રોત્સાહનો સૌર પેનલ્સ, એલ્યુમિનિયમ ચેનલ્સ, પવનચક્કીઓ વગેરે જેવા ઉપકરણોના ઉત્પાદકોને લાગુ પડે છે કે કેમ તથા દેશમાં સોલાર અને વિન્ડ એનર્જી ઉત્પાદન કરતા ટોચના પાંચ રાજ્યો વિશે અને દરિયાઈ મોજાથી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે તેની વિગતો જાણવા માગતા હતા. મંત્રીના નિવેદન અનુસાર ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય (MNRE) દેશમાં સ્થાનિક રિન્યૂએબલ એનર્જીના ઉત્પાદનના વિકાસ અને સુવિધા માટે સતત નીતિઓ લાવી રહ્યું છે. દેશમાં સોલાર અને વિન્ડ એનર્જીના ઉત્પાદન માટે ઘરેલું ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલી તાજેતરની કેટલીક યોજનાઓનો સમાવેશ થાય છે.