ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર : ડીસા મુક્તિધામ ખાતે ઠકુર સાંઈ ઓમલાલ સાહેબની કરાઈ મૂર્તિ સ્થાપના
પાલનપુર : ડીસાના જય ઝૂલેલાલ સેવા સમિતિ તેમજ પૂજ્ય સિંન્ધી પંચાયતના સહકારથી તારીખ ૩૦ march’૨૩ ને ગુરૂવાર ના ઝૂલેલાલના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે ડીસા શહેરમાં મુખ્ય માર્ગો પર ફરી ને નવ નિર્મિત મુક્તિધામ ખાતે પહોંચી હતી. ત્યારે રામનવમીના પવિત્ર અને પાવન દિવસે ભગવાન ઝુલેલાલના (25) માં વંશજ ઠકુર સાંઈ ઓમલાલ સાહેબની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
આ પ્રસંગે સિંન્ધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. અને મુક્તિધામ ખાતે વિશાલ સંખ્યામાં ભાવિ ભક્તોની હાજરીમાં મુક્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ભોજન પ્રસાદનો ભાવિભક્તોએ લાભ લીધો હતો.
આ પણ વાંચો : પાલનપુર : બનાસકાંઠામાં ફરી કરા સાથે આફતનો કમોસમી વરસાદ