IPL પહેલા વિરાટ કોહલીએ શેર કરી માર્કશીટ, જાણો 10માં કેટલા માર્ક્સ મળ્યા?
આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ IPL શરુ થાય તે પહેલા તેની ધોરણ 10ની માર્કશીટ શેર કરી છે. આ માર્કશીટ શેર થતા લોકો આ અંગે અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
IPL પહેલા વિરાટ કોહલીએ શેર કરી માર્કશીટ
વિરાટ કોહલીએ IPL શરુ થાય તે પહેલા તેની ધોરણ 10ની માર્કશીટ શેર કરી છે. જે હાલ ખુબ વાયરલ થઈ રહી છે. અને તેના ચાહકો આ અંગે પોતાની પ્રક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલી ક્રિકેટના મેદાનમાં તો સારુ પ્રદર્શન કર્યું છે. પરંતુ શુ તમને ખબર છે. વિરાટને ધોરણમાં 10 મા કેટલા માર્ક મળ્યા હતા ?
વિરાટ કોહલી આ વિષયમાં હતો કમજોર
વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર તો જબરદસ્ત પર્ફોમેન્સ કર્યું છે. તેને ફિલ્ડિંગથી લઈને બેટિંગ સુધી તેને ટોપ ગ્રેડ આપવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિરાટે તેના સ્કૂલના દિવસોમાં વિદ્યાર્થી તરીકે કેટલા માર્ક્સ મેળવ્યા હતા? કોહલી ગણિતનો ખૂબ જ સામાન્ય વિદ્યાર્થી હતો. કોહલીએ પોતે કબૂલ્યું હતું કે તેણે ક્રિકેટમાં પણ એટલી મહેનત નથી કરી જેટલી આ વિષયમાં પાસ થવા માટે કરી હતી.
વિરાટે માર્કશીટ શેર કરી આ વાત કહી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ભૂતપૂર્વ કેપ્ટન કોહલીએ તેની 10મા ધોરણની માર્કશીટની તસવીર પોસ્ટ કરી છે. કોહલીએ લખ્યું- આ રસપ્રદ છે કે કઈ રીતે જે વસ્તુ તમારી માર્કશીટમાં સૌથી ઓછી જોડાઈ છે, તમારા ચરિત્રમાં તે સૌથી વધુ જોડાઈ છે.
કોહલીની નજર IPL 2023માં પ્રથમ ટ્રોફી જીતવા પર
પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. તમામ ફોર્મેટમાં સદીનો દુકાળ સમાપ્ત કર્યા પછી, કોહલીની નજર IPL 2023માં બેંગ્લોર માટે પ્રથમ ટ્રોફી જીતવા પર હશે.ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રવિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. IPLના ઈતિહાસમાં કોહલી સર્વકાલીન ટોપ સ્કોરર છે. RCBના ભૂતપૂર્વ કેપ્ટને વિશ્વની સૌથી ધનિક T20 લીગમાં 223 મેચમાં 6,624 રન બનાવ્યા છે.
આ પણ વાંચો : IPL 2023: ઘણી મેચોમાં નહી જોવા મળે રોહિત શર્મા, આ ખેલાડી રોહિતનું સ્થાન લેશે