ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં વધુ એક વખત પથ્થરમારો

Text To Speech
  • પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો છે
  • ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડાયા
  • પોલીસે પરિસ્થિતી ઉપર કાબુ મેળવ્યો છે

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં વધુ એક વખત ફતેપુરામાં પથ્થરમારો થયો છે. જેમાં ટોળાને વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કર્યો છે. તથા ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડાયા છે. ત્યારે તમામને શાંતિ માટે અપીલ કરવામાં આવી છે. ફતેપુરામાં ફરી રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થતા માહોલ બગડ્યો છે. કોમી ભડકો દ્વારા રોડ ઉપરના બજારો ટપોટપ બંધ થઇ ગયા હતા.

આ પણ વાંચો: 1 એપ્રિલથી CNG-PNGના ભાવમાં થશે ધરખમ ઘટાડો!

પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું

પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

પહેલાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો

જોકે, કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પરિસ્થિતી ઉપર કાબુ મેળવ્યો હતો. વડોદરાના ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો છે. જેમાં લારીઓની તોડફોડ થતા વિસ્તારમાં સન્નાટો છવાયો છે. આજે રામનવમી નિમીત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા એકાએક પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થર મારો શરૂથતા દોડધામ મચી ગઇ હતી. તે સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી.

Back to top button