વડોદરા: મસ્જિદ પાસેથી પસાર થતી રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ
- વડોદરામાં મસ્જિદ પાસેથી નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો
- ભગવાન રામની મૂર્તીને ખંડિત કરવાનો પ્રયત્ન
- પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
રામનવમી પર વડોદરામાં જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થતા તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો.
રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો
આજે રામનવમી નિમીત્તે વડોદરામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારામી ઘટના સામે આવી છે. જેમાં બે જૂથ સામ સામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો અને કેટલાક લોકોએ ગાડીઓ પર પણ પથ્થરમારો કરીને ગાડીઓના કાચ તોડ્યા હતા.
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો
તેમજ વધુ ન્યૂઝ વાંચવા માટે https://t.co/WsBIZMBs5h જાઓ.#ramnavmi #vadodara #throwstones #vadodaraupdates #gujarat #crimealert #gujaratupdates #gujaratinews #humdekhengenews pic.twitter.com/FvLkp2OoHq
— Hum Dekhenge News (@humdekhengenews) March 30, 2023
મૂર્તિને ખંડિત કરવાનો પ્રયત્ન
વડોદરાના ફતેપુરા ગવડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હતી. જેમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ ઘટના અંગે પ્પાપ્ત જાણકારી મુજબ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આજે બપોરે મસ્જિદ પાસેથી નિકળેલી શોભાયાત્રા પર કેટલાક આવારાત્વો પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન કેટલાક લોકો દ્વારા ભગવાન રામની મૂર્તી ખંડિત કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ અનુસાર, મુસ્લિમોના 200થી 500 લોકોના ટોળાએ શેરીઓમાંથી રસ્તા ઉપર ધસી આવીને આ હુમલો કર્યો હતો.
પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો
આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. અને પોલીસે આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. અને હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી બનશે, એક્સપ્રેસ વેની ટોલ ફીમાં વધારો