ટ્રેન્ડિંગધર્મ

સુર્યદેવ કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશઃ આ લોકો રહેજો સાવધાન

  • એક મજબૂત સુર્ય જાતકને તમામ શારીરિક અને માનસિક સુખ પ્રદાન કરે છે.
  • સુર્ય જીવનમાં તમામ આવશ્યક સંતુષ્ટિ, સારુ સ્વાસ્થ્ય અને એક મજબૂત મગજ પ્રદાન કરે છે.
  • સુર્ય શુભ સ્થિતિમાં હોય તો જાતક પોતાની કરિયરમાં તમામ પ્રતિષ્ઠા અને પદ પ્રાપ્ત કરી શકે છે

જ્યોતિષશાસ્ત્રમાં સુર્યને ગતિશીલ ગ્રહના રૂપમાં ઓળખવામાં આવે છે. આ ગ્રહ તમામ રાજસી ગુણોને દર્શાવે છે. સુર્યની કૃપા વગર કરિયરની બાબતમાં જીવનમાં શીર્ષ સ્થાન મળતુ નથી. એક મજબુત સુર્ય જીવનમાં તમામ આવશ્યક સંતુષ્ટિ, સારુ સ્વાસ્થ્ય અને એક મજબૂત મગજ પ્રદાન કરે છે. જો સુર્ય સારી સ્થિતિમાં હોય તો તે વ્યક્તિને નબળી સ્થિતિમાંથી મજબૂત સ્થિતિમાં લઇ જઇ શકે છે. જો કોઇ જાતકની કુંડળીમાં સુર્ય શુભ સ્થિતિમાં હોય તો જાતક પોતાની કરિયરમાં તમામ પ્રતિષ્ઠા અને પદ પ્રાપ્ત કરી શકે છે. એક મજબૂત સુર્ય જાતકને તમામ શારીરિક અને માનસિક સુખ પ્રદાન કરે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સુર્ય દેવ 14 એપ્રિલ, 2023ના રોજ બપોરે 2.42 વાગ્યે મેષ રાશિમાં ગોચર કરશે. 14 એપ્રિલ 2023થી 15 મે 2023 સુધી સુર્ય મેષ રાશિમાં રહેશે. સુર્ય દેવના આ ગોચર દરમિયાન અનેક રાશિના જાતકોએ સાવધાન રહેવુ પડશે.

સુર્યદેવ કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશઃ આ રાશિના લોકો રહેજો સાવધાન hum dekhenge news

વૃષભ

વૃષભ રાશિ માટે સુર્ય ચતુર્થ ભાવનો સ્વામી છે અને બારમાં ભાવમાં બિરાજમાન છે. અહીં ચોથો ભાવ આરામ અને બારમો ભાવ હાનિનો હોય છે. બારમાં ભાવમાં સુર્ય ઘણી બધી પરેશાનીઓ અને ધનની હાનિ આપે છે. વૃષભ રાશિના જાતકોએ આ ગોચર દરમિયાન બાધાઓનો સામનો કરવો પડે છે. આર્થિક દ્રષ્ટિએ જોઇએ તો આ લોકોને વધુ ખર્ચ થશે. બારમાં ભાવથી સુર્યની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડે છે અને આ કારણે પરિવારમાં આ ગોચર દરમિયાન વિવાદોનો સામનો કરવો પડશે.

સુર્યદેવ કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશઃ આ રાશિના લોકો રહેજો સાવધાન hum dekhenge news

કન્યા

કન્યા રાશિના જાતકો માટે સુર્ય બારમા ભાવનો સ્વામી છે. બારમો ભાવ વ્યય અને હાનિને દર્શાવે છે. કરિયરના ક્ષેત્રમાં સુર્યનું મેષ રાશિમાં ગોચર કન્યા રાશિ માટે સારુ નહીં હોય. આ દરમિયાન કામનું વધુ દબાણ રહેશે. વ્યવસાય કરનારા જાતકોને હાનિ અને લાભ બંનેનો અનુભવ થઇ શકે છે. પ્રતિસ્પર્ધાના કારણે હાનિનો સામનો કરવો પડે છે. વધુ ખર્ચ થવાની શક્યતાઓ છે.

સુર્યદેવ કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશઃ આ રાશિના લોકો રહેજો સાવધાન hum dekhenge news

તુલા 

તુલા રાશિના જાતકો માટે સુર્ય એકાદશ ભાવનો સ્વામી છે અને એક અશુભ ગ્રહ છે. સુર્ય તુલા રાશિમાં સપ્તમ ભાવમાં વિરાજમાન છે. સપ્તમ ભાવ ભાગીદારી, મિત્રો અને વેપાર દર્શાવે છે. એકાદશ ભાવના સ્વામીના રૂપમાં આ ગોચર નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારના પરિણામો આપી શકે છે. વ્યવસાય કરતા લોકોએ વધુ સાવધાની રાખવી. મોટા નિર્ણયો વિચારીને લેવા. ધન હાનિના યોગ બની રહ્યા છે.

સુર્યદેવ કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશઃ આ રાશિના લોકો રહેજો સાવધાન hum dekhenge news

મકર 

મકર રાશિના જાતકો માટે સુર્ય અષ્ટમ ભાવનો સ્વામી છે. આ ગોચર દરમિયાન ચતુર્થ ભાવમાં વિરાજમાન છે. કરિયરના ક્ષેત્રમાં મકર રાશિના લોકો માટે આ ગોચર અનુકુળ નથી. આ ગોચર દરમિયાન વધુ કામનું દબાણ થઇ શકે છે. વધુ પડકારોનો સામનો કરવો પડે તેવું બની શકે છે. ધન હાનિ થઇ શકે છે. જીવન સાથી સાથે વિવાદો પણ થઇ શકે છે.

આ પણ વાંચોઃ વર્ષ 2023માં 2 બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ થશે

Back to top button