વર્લ્ડ

આફ્રિકન દેશમાં મોંઘવારીથી આક્રોશ, લોકો પૈસા માટે આંગળીઓ વેચે છે?

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારીને કારણે સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેની સ્થિતિ એવી છે કે, અહીંના લોકોને તેમના પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, યુક્રેન-રશિયા યુદ્ધની શરૂઆતથી ઝિમ્બાબ્વેનો ફુગાવો વધીને 130 ટકાથી વધુ થયો છે. દેશમાં મોંઘવારી ઐતિહાસિક સ્તરે છે.

આંગળીઓ વેચવાની અફવા
આ દરમિયાન દેશમાં ઇન્ટરનેટ પર એક અફવા ફેલાઈ કે ઝિમ્બાબ્વેમાં લોકો પૈસા માટે તેમના અંગૂઠા વેચી રહ્યા છે. આ ખોટા ન્યૂઝ એટલા ફેલાઈ ગયા છે કે દેશના માહિતી મંત્રાલયના મંત્રી દયા પરડજાએ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ આ અફવાને ફગાવી દેવામાં આવી છે. ઝિમ્બાબ્વેના રાજ્ય મીડિયા અનુસાર, સ્થાનિક પોલીસે આ અફવા ફેલાવવા બદલ એક સ્ટ્રીટ વેન્ડરની ધરપકડ કરી છે.

જો કે, એ વાત સાચી છે કે ઝિમ્બાબ્વેના લોકો માટે મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, યુક્રેન-રશિયા યુદ્ધની શરૂઆતથી ઝિમ્બાબ્વેનો ફુગાવાનો દર 66 ટકાથી વધીને 130 ટકાથી વધુ થયો છે.

પાકિસ્તાનની હાલત કફોડી
તે જ સમયે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં સ્થિતિ સારી નથી. સરકારી તિજોરી ભરવા માટે પાકિસ્તાન સરકારે અમીરો પર ટેક્સ વધારવાની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારી કર્મચારીઓને નવી કાર ન ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Back to top button