પાલનપુર પાલિકાની બજેટ ઉગ્ર બની, કૉંગ્રેસના સભ્યોએ કર્યો વોકાઆઉટ
- નગરપાલિકાનું રૂ. 63 લાખની પુરાંતવાળું બજેટ બહુમતીના જોરે મંજુર
- બજેટમાં ગોટાળા છે : વિરોધ પક્ષ
- પુરાંતવાળું બજેટ વિકાસલક્ષી : પ્રમુખ
પાલનપુર : પાલનપુર નગરપાલિકા પ્રમુખ કિરણબેન રાવલના અધ્યક્ષ સ્થાને અને ચીફ ઓફિસર નવનીત પટેલ ની ઉપસ્થિતિમાં નગરપાલિકા હોલ ખાતે બુધવારે બજેટની ખાસ સાધારણ સભા યોજવામાં આવી હતી.જેમાં બેઠક શરૂ થાય તે પહેલા જ વોર્ડ નંબર-04ની મહિલાઓ પાલિકાની બેઠકમાં ઘસી આવી હતી અને રમઝાન માસમાં કોટ અંદરના વિસ્તારના વોર્ડ-04માં ગટરો ઉભરાવાની સમસ્યાને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જોકે રજુઆત બાદ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા સફાઈ કરાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
ત્યારબાદ પાલિકાની બજેટ બેઠકની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોર તેમજ કોંગ્રેસના સભ્યો દ્વારા ભંગાર મુદ્દે તેમજ બજેટમાં રજુ થયેલા આંકડાઓ મુદ્દે ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો અને કોઈપણ પ્રશ્ન સભા ના સાંભળતા તમામ સભ્યો વોક આઉટ કરી ગયા હતા.જેથી સત્તાપક્ષ ભાજપના સભ્યો દ્વારા વર્ષ 22-23નું આવક જાવકનું રિવાઈઝડ અને વર્ષ 23-24નુઆવક જાવકનું રૂ. 63 લાખની પુરાંત વાળું બજેટ બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ તે સિવાયના 1 થી 12 મુદ્દાઓને બહુમતીના જોરે મંજૂર….મંજુર….. કરી બજેટ બેઠકને ગણતરીની મિનિટોમાં જ આટોપી લેવામાં આવી હતી.જેના પગલે સભામાં ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી.
View this post on Instagram
બજેટમાં ભંગારની આવક દર્શાવાઈ નથી : અંકિતા ઠાકોર, વિપક્ષ નેતા
પાલનપુર પાલીકાનું વર્ષમાં મળતું બજેટ બોર્ડ મહત્વનું હોય છે. પાલનપુરની પ્રજાને આ બજેટની બેઠકમાં શું આપ્યું તે પ્રશ્ન છે. તેમાંય વિકાસના આંકડા મેળ ખાતા નથી. બજેટમાં રૂ. 25 થી 26 લાખનો ગોટાળો છે. ઘણા સમયથી ચાલી રહેલા ભંગારના મુદ્દે અમે પ્રશ્ન પૂછવા માંગતા હતા. તેમાંય ભંગારની કોઈ એન્ટ્રી આ બજેટમાં દર્શાવાય નથી. જેથી અમે કોંગ્રેસના 11 સભ્યોએ બજેટ બેઠકનો બહિષ્કાર કરીને ના મંજૂર કર્યું છે.
પાલનપુર : નગરપાલિકાનું રૂ. 63 લાખની પુરાંતવાળું બજેટ બહુમતીના જોરે મંજુર
પુરાંતવાળું બજેટ વિકાસલક્ષી : પ્રમુખ#palanpur #palanpurupdate #congress #bjp #news #newsupdate #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/vRueGswEG1— Hum Dekhenge News (@humdekhengenews) March 29, 2023
શહેરના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા : કિરણબેન રાવલ (પ્રમુખ, પાલનપુર પાલિકા)
આજે મળેલી બજેટ બેઠકમાં રૂપિયા 63 લાખની પુરાંતવાળુ પાલિકાનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શહેરના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે આઠ સીટી બસ તેમજ પાણી પુરવઠા અને બાંધકામના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.
આ પણ વાંચો : મહેસાણા નગરપાલિકા સ્વચ્છતામાં અગ્રેસર હોવાના દાવા પોકળ