ગુજરાતટોપ ન્યૂઝ

મહેસાણા નગરપાલિકા સ્વચ્છતામાં અગ્રેસર હોવાના દાવા પોકળ

Text To Speech

મહેસાણા નગરપાલિકા સ્વચ્છતામાં અગ્રેસર હોવાના દાવા પોકળ સાબિત થયા છે. જેમાં માત્ર કાગળ પર સ્વચ્છતામાં અગ્રેસર મહેસાણા પાલિકાની પોલ ખુલ્લી પડી ગઇ છે. માર્ગ-મકાન વિભાગે રસ્તા પર સફઈ મામલે પાલિકાની ઝાટકણી કાઢી છે. તેમાં સ્ટ્રોમ વોટરલાઈનમાં ગેરકાયદે ગટર જોડાણો-કચરો ઠલવાતો હોવાની તંત્રમાં જ બૂમરાડ છે. તથા મકાન તંત્ર દ્વારા સફાઈ મામલે ઝાટકણી કાઢવામાં આવી છે.

આ પણ વાંચો: શંખેશ્વરમાં જૈન મંદિરની ગૌશાળાનું દબાણ તોડતા ગૌપ્રેમીઓમાં આક્રોસ 

માર્ગ અને મકાન તંત્ર દ્વારા સફાઈ મામલે ઝાટકણી કાઢવામાં આવી

મહેસાણા નગરપાલિકા સ્વચ્છતામાં અગ્રેસર હોવાના દાવા પોકળ સાબિત કરતા મહેસાણા માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા વિભાગના રસ્તાઓ પર સમયાંતરે નગરપાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં ન આવતી હોઈ અને રસ્તાઓ પર ખાણી પીણીના વ્યવસાયકારો દ્વારા કચરો ફેંકી સ્ટ્રોમ વોટર લાઈનમાં ગેરકાયદેસર ગટર જોડાણો કરી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરવામાં આવે છે. જેમાં મહેસાણા પાલિકાને પત્ર લખી માર્ગ અને મકાન તંત્ર દ્વારા સફાઈ મામલે ઝાટકણી કાઢવામાં આવી છે.

નગરપાલિકાની વાસ્તવિકતા ખુદ સરકારી તંત્ર દ્વારા જ ખુલ્લી પડી

મહેસાણા પાલિકામાં ગેર વહીવટી કે પછી ગોઠવણ સાથે કરાતા કામોને લઈ અનેક એવા કામોમાં માત્ર કાગળ પર કામગીરી થતા પ્રજાના પૈસાનું ફૂલેકું ફેરવાતું હોય છે. તેમ શહેરી વિસ્તારમાં ગટર અને સફઈની સમસ્યા મામલે નાગરિકોની અનેક ફરિયાદો વચ્ચે મહેસાણા માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા મહેસાણા નગરપાલિકાને પત્ર લખી પાલિકા વિસ્તારમાંથી પસાર થતા માર્ગ મકાન વિભાગના રસ્તાઓ પર ઠલવાતા કચરાનો યોગ્ય નિકાલ કરાતો નથી.

આ મામલે અને રસ્તા પર ખાણીપીણીનો વ્યવસાય કરતા વેપારીઓ દ્વારા ગેરકાયદેસર ગટર કનેક્શન વરસાદી પાણીના નિકાલની સ્ટ્રોમ લાઈનમાં જોડાણ કરી સોલિડ કચરો ઠાલવવામાં આવતો હોઈ ચોમાસામાં પાણીનો ભરાવોથવાની સમસ્યા સર્જાશે. તેમાં સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવતા સ્વચ્છતામાં અગ્રેસર કહેવાતી મહેસાણા નગરપાલિકાની વાસ્તવિકતા ખુદ સરકારી તંત્ર દ્વારા જ ખુલ્લી પડી રહી છે.

Back to top button