પાલનપુર: ચૈત્રી નવરાત્રીએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગવાયા માં ના ગુણલા
પાલનપુર: સોનાના શિખર થી શોભતું 51 શક્તિપીઠમાં જેની ગણના થાય છે તેવા બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના દિવસોમાં મોટી સંખ્યામાં માઇ ભક્તોનું ઘોડાપુર માના દર્શને ઉમટી રહ્યું છે. દેશ – વિદેશથી પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન ને આવીને ધન્યતા અનુભવી રહ્યા છે.
જેથી નવરાત્રીને લઈને દરરોજ મોટી સંખ્યામાં માઇ ભક્તો આરતી અને દર્શનનો પણ લાભ લઈ રહ્યા છે. આઠમના દિવસે વહેલી સવારે 6:00 વાગે માં અંબાની મંગળા આરતી યોજાઈ હતી.
જેમાં માઈ ભક્તો ભક્તિમય માહોલમાં જોડાયા હતા. જેના માટે પહેલી સવારથી જ ભાવિકોની દર્શન માટે મંદિરમાં કતાર લાગી હતી. જયારે સાતમની રાત્રે મહિલાઓએ માથા ઉપર ગરબા મૂકીને અંબાજી મંદિરના ચાચર ચોકમાં માના ગરબાની રમઝટ બોલાવી હતી.
ચૈત્રી નવરાત્રીએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગવાયા માં ના ગુણલા#ChaitraNavratri #ChaitraNavratri2023 #Ambaji #ambajitemple #gujaratupdates #palanpur #palanpurupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/tvrThfdvM0
— Hum Dekhenge News (@humdekhengenews) March 29, 2023
તો સઇજ ગામના ગ્રુપ દ્વારા નૃત્ય મંડપમાં અખંડ રામધૂન પણ ચાલી રહી છે. મંદિર આ દિવસોમાં રોશનીથી ઝગમગી રહ્યું છે. ચૈત્રી નવરાત્રીના નવલા દિવસોમાં મોટી સંખ્યામાં આવતા માઇ ભકતો વિવિધ ભેટ ધરી રહ્યા છે.
આ પણ વાંચો :પાલનપુર : મફતપુરામાં નાના બાળકોના ઝઘડામાં મોટા બાખડયા