ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત : રખડતા શ્વાને વધુ એક જીવ લીધો, 28 વર્ષના યુવકનું શ્વાન કરડવાથી મોત

Text To Speech

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. આજે ફરી એક વાર શ્વાન કરડવાને કારણે મોત થયું છે. સુરતમાં રહેતા 28 વર્ષીય યુવકને બચકા ભરતા યુવકનું મોત નિપજ્યું છે.

સુરતમાં શ્વાન કરડવાથી 28 વર્ષના યુવકનું મોત

સુરત શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાંનો આતંક સામે આવ્યો છે. સુરતના 28 વર્ષીય યુવકને શ્વાને બચકા ભરતા યુવર મોતને ભેટ્યો છે. જાણકારી મુજબ સુરતમાં રહેતા 28 વર્ષના રાજન નામના યુવકને શ્વાને બાચકા ભર્યા હતા.શ્વાને રાજનને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. જે બાદ યુવક સતત બિમાર રહેતો હતો. જેથી તેની સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન યુવકનું મોત થયું છે.

શ્વાનનો આતંક -humdekhengenews

સુરત મનપા ટીમ ઘટના સ્થળે દોડી આવી

આ અંગે પ્રાપ્ત જાણકારી મુજબ આ યુવકને ફેબ્રુઆરીમાં પહેલીવાર અને આઠ દિવસ અગાઉ પણ શ્વાને બચકા ભર્યા હતા. જે બાદ યુવકની હાલત નાજૂક રહેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહી હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબઓએ આ યુવકને મૃત જાહેર કર્યો હતો. જો કે આ યુવકનું શ્વાન કરડવાને કારણે જ મોત થયું છે તે અંગે સાચુ કારણ જાણવા મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ યુવકના મોતનું સાચું કારણ બહાર આવશે. પરંતુ આ માહિતી મળતા જ સુરત મનપા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

આ પણ વાંચો : યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને રાહત, MBBSની અંતિમ પરીક્ષા પાસ કરવાની મળશે તક

Back to top button