ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યની 906 શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોવાનો ગુજરાત સરકારનો સ્વીકાર

Text To Speech

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે રાજ્યની 906 શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે. વધુમાં સરકરે જણાવ્યું હતું કે વય નિવૃત્તિ, બદલી અને અવસાનને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે.વિધાનસભા સત્ર - Humdekhengenews રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના શિક્ષણને લઈને મોટી વાતો કરવામાં આવે છે ત્યારે હવે આ આંકડા જાહેર થતાં અનેક સવાલો થઈ રહ્યા છે. રાજ્ય સરકાર પાસે આ તમામ આંકડા હોવા છતાં 906 શાળાઓ હાલ પણ એક જ શિક્ષકથી ચલાવી રહી છે. એકતરફ શિક્ષકોની ઘટ હોવા છતાં તેની યોગ્ય ભરતી કરવામાં આવતી નથી. શિક્ષકોની ભરતી કરવામાં આવે તો બાળકોને યોગ્ય શિક્ષણ પણ મળે અને સાથે બેરોજગારોને પણ રોજગારી મળી રહે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત ખાનગી સ્કૂલોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારી શાળાઓ દિવસે ને દિવસે ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહી છે ત્યારે સરકાર આગામી સમયમાં કેવા પગલાં ભરશે અને નબળો વિપક્ષ આ મુદ્દે સરકાર પાસે માંગણી કરે છે કે માત્ર સવાલ પૂછીને બેસી રહેશે તે તો આવનાર સમય જ બતાવશે.

Back to top button