અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

સ્વચ્છતા અંગે AMCની લાલ આંખ, હવે સોસાયટીની બહાર કચરો હશે તો થશે આટલો દંડ

Text To Speech

અમદાવાદ શહેરમાં સ્વચ્છતાની જાળવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાંલ આંખ કરી છે. અને જાહેરમાં કચરો ફેલાવનારાઓ વિરુદ્ઘ કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર રસ્તાઓની સાથે સોસાયટીઓની બહાર કચરો ફેંકનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરમાં કચરો ફેંકનાર વિદુદ્ધ થશે કાર્યવાહી

અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. અને સ્વચ્છતા અંગે નવી ઝૂંબેશ ચલાવી છે. જે અંતર્ગત અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે.

AMCસ્વચ્છતા-humdekhengenews

10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે

AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જાહેરમાં ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ શરુ કરી દીધી છે. અને અમદાવાદની કોઈપણ સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ માટે AMCદ્વારા એક ઝુંબેશ ચલાવાશે. આ માટે 30-30 સભ્યોની 100 ટીમ પણ બનાવવામાં આવી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને શરુ કરી કાર્યવાહી

આજથી અમદાવાદમા સ્વચ્છતા અંગે ઝુંબેશ શરુ કરી છે.આજથી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી શરૂ કરી દીધી છે જે અંતર્ગત હવેથી કોઈ પણ સોસાયટીની બહાર કચરો હશે તો 10,000 રૂપિયાનો દંડ થશે.તેમજ ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિક પેકેટ જે-તે ઉદ્યોગે પાછા લેવા પડશે.મહત્વનું છે કે અમદાવાદમાં રોજના 20 લાખ ચાના કપ કચરામાં ઠલવાય છે, તેથી પ્લાસ્ટિકના આ કપ સામે AMCએ મોટી ઝુંબેશ શરુ કરી છે.હવે પ્લાસ્ટિકની થેલી સામે પણ પગલા લેવાશે. જાહેરમાં ગંદકી ફેલાવનાર વિરુદ્ધ એએમસી દંડાત્મક પગલા લેશે.

આ પણ વાંચો : આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

Back to top button