- ગાંધીનગરમાં સાંજે 4 વાગે નર્મદા હોલ-સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવણી
- 100 દિવસ સાથ સહકાર અને સેવાના ઉજવાશે
- સીએમ પટેલની સરકારના 100 દિવસની કામગીરી પૂર્ણ
ગુજરાત રાજ્યમાં 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિત તેમના મંત્રીમંડળ ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારંભમાં શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સીએમ તરીકેની આ સતત બીજી ટર્મ છે. રાજ્યમાં ગત ડિસેમ્બરે બીજેપીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને રેકોર્ડબ્રેક 156 સીટો જીતી ઇતિહાસ રચ્યો હતો. આ સાથે આજે ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે 100 દિવસ પૂર્ણ થયા છે. જેની આજે ગાંધીનગર ખાતે ઉજવણી કરવામાં આવશે. આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસની ઉજવણી, ગાંધીનગરમાં સાંજે 4 વાગે નર્મદા હોલ-સ્વર્ણિમ સંકુલ ખાતે ‘100 દિવસ સાથ સહકાર અને સેવાના’ ઉજવાશે.
આ પણ વાંચો : ગુજરાત રાજ્યનાં આ વિસ્તારોમાં આજે માવઠાની આગાહી
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના આજે 100 દિવસ પૂર્ણ
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના આજે 100 દિવસ પૂર્ણ થતા તેની આજે સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન પણ કરી શકે છે. જેમાં તે સીએમ પટેલની સરકારના 100 દિવસની કામગીરી પર વાત કરી શકે છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનું વ્યાજ ખોરો સામેનું અભિયાન, ડ્રગ્સ રેકેટ તોડવાનું અભિયાન જેવા મહત્ત્વ પૂર્ણ અભિયાન અને તેની સફળતા અંગે સવિસ્તાર ચર્ચા કરશે. આ ઉપરાંત રાજ્યની આંતરિક અને સરહદી સુરક્ષા અંગે પણ વાત કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં આરોગ્ય કવચ અંગે પણ ચર્ચા કરશે. આ પહેલા શપથ વિધિ બાદ CM ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના 100 દિવસના લક્ષ્યાંકો તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.
ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ સમારંભમાં પીએમ મોદી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ સિનિયર નેતાઓ અને સાધુસંતો પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા છે. પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. તેમજ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં 8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા તો 8 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા.