પાલનપુર : ડીસાની નવજીવન બી.એડ્. કોલેજમાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો
- વિદ્યાર્થીઓ ઉત્સાહભેર માના ચોકમાં ગરબે રમ્યા
પાલનપુર : ડીસા ખાતે આવેલી નવજીવન બી.એડ્. કોલેજમાંથી બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પોઇચા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ, ગલતેશ્વર, ટુવાટીંબા અને ડાકોર જેવા સ્થળોએ શૈક્ષણિક પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો. પોઇચા ખાતે તાલીમાર્થીઓએ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી આરતી નો લાભ લીધો હતો. ત્યારબાદ ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ની મુલાકાત લીધી હતી અને સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. ટુવા ટીંબા ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે તેની તાલીમાર્થીઓએ પ્રત્યક્ષ મુલાકાત કરી હતી.
ત્યારબાદ ગલતેશ્વર ખાતે મહાદેવના દર્શન કરી અને ત્યાંથી નીકળતી નદીની મુલાકાત લીધી હતી. તાલીમાર્થીઓએ ડાકોર ખાતે ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી પાવાગઢ ખાતે તાલીમાર્થીઓ દ્વારા માતાજીના ધામમાં ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. અને માની આરાધના કરવામાં આવી હતી. ઉત્સાહભેર માના ચોકમાં ગરબે રમ્યા હતા.
View this post on Instagram
આ શૈક્ષણિક પ્રવાસમાં 50 તાલીમાર્થીઓ પ્રવાસમાં આવ્યા હતા. આ શૈક્ષણિક પ્રવાસમાં બી.એડ કોલેજમાંથી તાલીમાર્થીઓ સાથે આચાર્ય ડૉ. સોનલબેન પ્રજાપતિ, અધ્યાપક ડૉ.અમિતકુમાર સોલંકી, જયેશભાઈ ઠક્કર, દશરથભાઈ સાંખલા, સિનિયર ક્લાર્ક અનિલભાઈ પટેલ જોડાયા જતા.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં શ્રી 108 દાદા શિવગર સ્વામીની 20 મી વર્ષગાંઠની નીકળી ભવ્ય શોભાયાત્રા