ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

હાવડામાં હિંસાઃ પોલીસ કમિશનરની બદલી, બીજા દિવસે પણ હિંસા યથાવત

Text To Speech

પશ્ચિમ બંગાળમાં હાવડાની ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હિંસા બાદ હાવડા પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. હાવડાના નવા પોલીસ કમિશનર IPS પ્રવીણ ત્રિપાઠી હશે અને હાવડા ગ્રામ્યના નવા SP સ્વાતિ બંગાલિયા હશે. હાવડાના વર્તમાન કમિશનર સી. સુધાકરને કોલકાતાના જોઈન્ટ સીપી બનાવવામાં આવ્યા છે. તો, હાવડા ગ્રામીણના વર્તમાન એસપી, સૌમ્યા રોયને ડીસીપી, દક્ષિણ પશ્ચિમ, કોલકાતામાં મોકલવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે પશ્વિમ બંગાળના હાવડા જિલ્લામાં સેંકડો પ્રદર્શનકારીઓએ પયગંબર મોહમ્મદ વિશે ભાજપના બે પૂર્વ નેતાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રસ્તાઓ અને રેલવે ટ્રેક બ્લોક કરી દેવામાં આવ્યા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. અનેક જગ્યાએ આગચંપી પણ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન વચ્ચે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ 13 જૂને સવારે 6 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હાવડાના ઘણા વિસ્તારોમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. આ સિવાય હાવડાથી ચાલતી ઘણી ટ્રેનો પણ શનિવાર માટે રદ કરવામાં આવી હતી.

કેવી રીતે ભડકી હિંસા?
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધુલાગઢ, પંચલા અને ઉલુબેરિયામાં પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી. જ્યારે તેઓએ નેશનલ હાઈવે-6 ના નાકાબંધી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ધુલાગઢ અને પંચલામાં ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો, જ્યાં વિરોધીઓએ જવાબી કાર્યવાહીમાં પથ્થરમારો કર્યો, નજીકમાં પાર્ક કરેલી કારને નુકસાન પહોંચાડ્યું હતું.

West Bengal

એક પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી દેવાઈ
દેખાવકારોએ પંચલા અને ધુલાગઢમાં રસ્તાઓ પર ટાયર સળગાવ્યા હતા, જ્યારે ઉલુબેરિયામાં એક પોલીસ મથકને સળગાવી દેવામાં આવ્યું હતું. વિરોધીઓનું કહેવું છે કે, તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી માટે ભાજપના ભૂતપૂર્વ નેતાઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

Back to top button