વડોદરામાં ATM કાર્ડ બદલીને રૂપિયા ઉપાડતા ગઠિયા સક્રિય થયા છે. જેમાં પાદરાના મુજપુર ગામે ATMમાં કાર્ડ રહી ગયું છે કહી ગઠિયાએ આપેલ ATM ચેક કરતા તેના ઉપર સોલંકી મુકેશભાઇ લખેલું હતું. જેમાં રૂા. 2.54 લાખ ઉપાડી લેતા તે અંગેની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઇ છે.
આ પણ વાંચો: છબરડો: ધો.12 સાયન્સ-કોમર્સના આ પેપરમાં 5 પ્રશ્નો એક જેવા જ
રૂા.2,50,000 લાખની લોનની માગણી કરતા તે મંજુર થઇ
પાદરાના મુજપુર ગામે એટીએમમાં તમારૂ કાર્ડ રહી ગયું છે તેમ કહીને ગઠિયાએ ઓરિજિનલ કાર્ડ લઇ રૂા. 2.54 લાખ ઉપાડી લેતા તે અંગેની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઇ હતી.પાદરાના હરણમાળ ગામના લાલજીભાઈ રયજીભાઈ પઢીયારનું વડોદરા SBI બેન્કમાં 8મહિના પહેલા ATM કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર 23/2/23ના રોજ લિંક કરાવેલ હતું. દીકરાના લગ્ન હોવાથી બજાજ ફઇનાન્સમાંથી રૂા.2,50,000 લાખની લોનની માગણી કરતા તે મંજુર થતાં બેંક ખાતામાં જમા થઇ હતી.
24 ટ્રાન્ઝેક્શનના સ્ટેટમેન્ટ મળી કુલ રૂા.2,54,300 ઉપડી ગયા
તા.7/2/23ના રોજ કંકોત્રી વહેંચવા બિલ પાડા જવા એકટીવા લઈને નીકળેલ હતા. ત્યારે રૂપિયાની જરૂર પડતા મુજપુર એકલબારા ગામની વચ્ચે કેનાલ ચોકડી પાસે હિટાચી કંપનીના ATM મા બપોરના સમય દરમિયાન આશરે 30 વર્ષનો અને માથે સફેદ કલરનો રૂમાલ હતો. જે ઇસમ રૂપિયા ઉપાડતો હોય તેવી હરકત કરતો હતો. જેથી એ પણ રૂપિયા ઉપાડવા આવ્યો હોય એવો વિશ્વાસ આવતા લાલજીભાઇએબે વખત મળી કુલ રૂા.18000 ઉપાડયાં હતા.
રૂપિયા ઉપાડી બહાર નીકળતા 30 વર્ષના ગઠિયાએ તમારો ATM કાર્ડ રહી ગયેલ છે તેમ કહી ATM કાર્ડ આપેલું ત્યારબાદ કંકોત્રી વહેંચવા નીકળી ગયો હતો. ત્યાર બાદ તા.14/ 2 /2023ના રોજ વડુ SBIમાં પૈસા ઉપાડવા જતા કાર્ડ બંધ બતાવતા કાર્ડ પર જોતા સોલંકી મુકેશભાઈ લખેલું ATM હતું. જેથી SBI શાખામાં એકાઉન્ટ સ્ટેટમેન્ટ કરાવતા કુલ 24 ટ્રાન્ઝેક્શનના સ્ટેટમેન્ટ મળી કુલ રૂા.2,54,300 ઉપડી ગયેલ હતા.