કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી નથી થઇ રહી. પહેલા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા સંભળાવવામાં આવી, પછી તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું. હવે રાહુલ પર વધુ એક કેસની તલવાર લટકવા લાગી છે. આ વખતે વીર સાવરકરના પૌત્રે રાહુલને બેધડક કહી દીધું છે કે જો તે સાવરકર પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી માટે માફી નહીં માંગે તો તેમની સામે FIR દાખલ કરવામાં આવશે.
"I will file an FIR against Rahul Gandhi if he does not apologise for his statement on Savarkar," says Ranjit Savarkar, Grandson of VD Savarkar pic.twitter.com/AKJJAbIMPc
— ANI (@ANI) March 28, 2023
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે
વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યું કે જો રાહુલ ગાંધી સાવરકર પરના તેમના નિવેદન બદલ માફી નહીં માંગે તો અમે તેમની સામે FIR દાખલ કરીશું. તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે રાહુલે સાવરકરનું અપમાન કર્યું હોય, આ પહેલા પણ તેઓ તેમનું અપમાન કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : ઈતિહાસ અને સાવરકરનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ‘દેશની આઝાદીના આંદોલનમાં કોંગ્રેસનું મોટું યોગદાન છે, પરંતુ…’
ભાજપે રાહુલની ટીકા કરી હતી
સાવરકર અંગેના નિવેદન બદલ ભાજપે રાહુલ ગાંધીની ટીકા કરી હતી. પાર્ટીના સાંસદ પૂનમ મહાજને કહ્યું કે રાહુલ ક્યારેય સાવરકર ન બની શકે, તે ‘ગાંધી’ નહીં પણ ‘ગંદકી’ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી પોતાના સૌથી સોનેરી સપનામાં પણ ‘વીર સાવરકર’ ન થઇ શકે.
આ પણ વાંચો : કર્ણાટક વિધાનસભામાં સાવરકરની તસવીર લગાડવામાં આવતા બબાલ, ધરણાં પર બેઠા કોંગ્રેસના નેતા
‘સાવરકરનું અપમાન સહન નહીં કરીએ’
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ રાહુલ ગાંધીના મત સાથે અસંમત દેખાયા હતા. તેમણે કહ્યું કે તેઓ સાવરકરને પોતાના આદર્શ માને છે અને તેમનું અપમાન સહન નહીં કરે. ઠાકરેએ કહ્યું કે સાવરકર આંદામાનની સેલ્યુલર જેલમાં 14 વર્ષ સુધી જે અકલ્પનીય યાતનાઓ સહન કરી હતી. આપણે તેમના વિશે ફક્ત વાંચી જ શકીએ. એ પણ એક પ્રકારનું બલિદાન જ છે.
આ પણ વાંચો : ‘ચોર મંડળી’ના નિવેદનથી સંજય રાઉત મુશ્કેલીમાં, વિશેષાધિકાર ભંગ કેસમાં દોષિત
‘સાવરકર આપણા પ્રેરણાસ્ત્રોત છે’
શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે કહ્યું કે વીર સાવરકર આપણા અને દેશ માટે શ્રદ્ધાનો વિષય છે. આંદામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા ભોગવવી સરળ નથી. રાહુલની આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રની જનતા જડબાતોડ જવાબ આપી શકે છે. સાવરકર આપણા પ્રેરણાસ્ત્રોત છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી જ નહીં, અગાઉ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના આ સાંસદો-ધારાસભ્યોની સભ્યતા પણ રદ થયેલ છે
સાવરકર પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ 25 માર્ચે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું – હું સાવરકર નથી, ગાંધી છું. ગાંધી માફી નથી માંગતા.
આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધી પર પ્રહાર, દેશમાં- વિદેશમાં અને સંસદમાં જુઠ્ઠું બોલી રહ્યા છે
24 માર્ચે રાહુલનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું
હકીકતમાં, 23 માર્ચે, રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા 2019ના માનહાનિના કેસમાં સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ 24 માર્ચે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના પરિચયમાં અયોગ્ય સાંસદ લખ્યું છે.